Not Set/ કેનેડા અમેરિકા બોર્ડર પર 4 ભારતીયોના મોત, વિદેશ મંત્રીએ ઘટના પર વ્યક્ત કર્યું દુ:ખ

અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો

Top Stories India
કેનેડા
  • કેનેડા અમેરિકા બોર્ડર પર 4 ભારતીયોના મોત
  • ઠંડીને કારણે થયા છે 4 ભારતીયોના મોત
  • પોલીસે પ્રારંભિક તપાસમાં આપ્યું છે કારણ
  • વિદેશ મંત્રી એસ. જયશંકરે ઘટના પર દુ:ખ કર્યું વ્યક્ત

કેનેડા-અમેરિકાની સીમા પરથી દુખદ ખબર આવી છે કે ભારતે ઠંડીને કારણે જામી જવાથી 4 ભારતીયોના મોત નીપજ્યા છે. રિપોર્ટ પ્રમાણે, ગેરકાયદેસર રીતે સીમા પાર કરનારી ગેંગનો ભોગ બની ગયેલા આ ચારેય બુધવારે ઘણાં કલાકો પગપાળા કેનેડા-અમેરિકાની સીમા પર પહોંચ્યા હતા. તેમાં એક મહિલા અને એક પુરુષ સાથે એક- એક નવજાત અને એક કિશોર પણ સામેલ છે.

આ પણ વાંચો :રાજ્ય સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રમિત, હવે મહેસુલ વિભાગને લીધું બાનમાં

આ ચારેયના4 મોતની જાણકારી બુધવારે સવારે મેનિટોબાના ઈમરશન શહેરની નજીક કેનેડાથી અમેરિકાની સીમામાં ઘૂસેલા પાંચ લોકોની ટુકડીમાંથી એક વ્યક્તિના બેકપેકમાં નવજાત બાળક માટે કપડા, દૂધ, ડાયપર, ચોકલેટ, રમકડાં અને બાળકોને કામ આવનારી દવાઓ મળી છે. તેના પછી અમેરિકાના કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને કેનેડાના રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને આની જાણકારી આપી હતી.

આ માહિતીના આધારે રોયલ કેનેડિયલ માઉન્ટેડ પોલીસે તલાશી શરૂ કરી હતી અને લગભગ ચાર કલાક બાદ સ્થાનિક સમય પ્રમાણે બપોરે દોઢ વાગ્યે કેનેડાના વિસ્તારમાંથી ચારેયના મૃતદેહ મળ્યા હતા. આ ચારેય લોકો માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કારણે હાડ થિજવતી ઠંડજી અને ભારે બર્ફીલા પવનનો ભોગ બન્યા હતા. તેઓ 11 કલાક પગે ચાલીને સીમા પાસે પહોંચ્યા હતા. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ચાર ભારતીયોના મોત બદલ દુખ વ્યક્ત કર્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા કેનેડા બોર્ડર પર ચાર ભારતીય નાગરિકોના પરિવારનું ઠંડીથી મૃત્યુ થયા બાદ શોક વ્યક્ત કર્યો હતો અને યુએસ અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો હતો. પરંતુ સત્તાધીશો માનવું છે કે ભારતીય પરિવાર હિમવર્ષાની ઝપેટમાં ત્યારે આવ્યો જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

આ પણ વાંચો :રાજયમાં રાત્રિ કરફયુ હજી એક સપ્તાહ લંબાઈ શકે છે , આજે નવી ગાઈડલાઈન જાહેર કરાય તેવી શકયતા

જયશંકરે ટ્વીટ કર્યું, “આ સમાચારથી સ્તબ્ધ છું કે કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.” જયશંકરે યુએસમાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા સાથે આ મુદ્દે વાતચીત કરી છે.

રાજદૂત સંધુએ જણાવ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું, “અમે યુએસ અધિકારીઓ સાથે ચાલી રહેલી તપાસ અંગે તેમના સંપર્કમાં છીએ. શિકાગોની કોન્સ્યુલર ટીમ તપાસ કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે આજે મિનેસોટા જઈ રહી છે.”

કેનેડામાં ભારતના હાઈ કમિશનર બિસારિયાએ જણાવ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું કે ભારતીય કોન્સ્યુલર ટીમ તપાસ અને સહાય માટે આજે ટોરોન્ટોથી મેનિટોબા પ્રવાસ કરી રહી છે. તેમણે લખ્યું, “અમે કેનેડિયન અધિકારીઓ સાથે આવી વિચલિત ઘટનાઓની તપાસ કરવા માટે કામ કરીશું”

તસ્કરીના આરોપમાં એકની ધરપકડ

ત્યારબાદ તરત જ સરહદની બંને બાજુએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને બપોરે પુખ્ત પુરૂષ, મહિલા અને નવજાતના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે કિશોરનો મૃતદેહ થોડીવાર પછી મળી આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ ઓફ મિનિસોટાના અમેરિકી એટર્ની ઓફિસે જણાવ્યું હતું કે ફ્લોરિડાના 47 વર્ષીય સ્ટીવ શેન્ડની ધરપકડ કરવામાં આવી છે.

મૈનટોબા આરસીએમપી અનુસાર, આ લોકો કોઈની મદદથી સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું મૃત્યુ થયું કારણ કે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાપમાન માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે. આ ચારેય લોકો શિયાળાની ઝપેટમાં આવી ગયા પરંતુ લાંબા અંતર, બર્ફીલા પવન અને અંધારાને પણ આ અકસ્માતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર, હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયો

આ પણ વાંચો :  રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાયા, જયારે 16ના મોત થયા