ગયા અઠવાડિયે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાની સુરક્ષાના ભંગના કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં કહ્યું હતું કે, ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમિત શાહે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.
આ અગાઉ કોંગ્રેસના એક સભ્યએ લોકસભામાં પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવાસ સ્થાને સુરક્ષાના કથિત ભંગનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને ગાંધી પરિવારની સુરક્ષાનું સંપૂર્ણ સંચાલન સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.
શૂન્ય કલાક દરમિયાન કોંગ્રેસના એન્ટો એન્ટનીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની સુરક્ષાના ભંગનો મામલો સામે આવ્યો છે. જ્યારે સરકારે એસપીજી સિક્યુરિટી કવરને હટાવવાની વાત કરી ત્યારે કહેવામાં આવ્યું કે સીઆરપીએફને મજબૂત સુરક્ષા આપવામાં આવી છે, પરંતુ પછી આવી સ્થિતિ કેવી રીતે ઉભી થઈ.
તેમણે સવાલ કર્યો કે સાત લોકો તેમના (પ્રિયંકા ગાંધીના) નિવાસસ્થાનમાં કેવી રીતે પ્રવેશ્યા. એન્ટનીએ કહ્યું કે, જે કુટુંબમાં બે વડા પ્રધાનો ગુમાવ્યા છે તે પરિવારની સુરક્ષા માટે આ વાત કે ઘટના સારી નથી
ગાંધી પરિવારની સલામતીની ખાતરી માટે કોંગ્રેસના નેતાએ સરકારને કહ્યું, ‘આ વિષય પર રાજકારણ ન કરો’. કોંગ્રેસના સભ્યોએ એન્ટોનીને તેમની જગ્યાએ ઉભા રહીને ટેકો આપ્યો. સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગયા સપ્તાહે પરવાનગી વગર કારમાં લોધી એસ્ટેટમાં પ્રિયંકાના નિવાસસ્થાનમાં ધસી આવ્યા હતા. આ લોકો પ્રિયંકા સાથે સેલ્ફી લેવાનું કહેતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
