WI vs ENG/ વિન્ડિઝનો આ બોલર ઈંગ્લેન્ડ ટીમ માટે કહેર બન્યો, 7 રન આપી 4 વિકેટ ઝડપી

ફાસ્ટ બોલર જેસન હોલ્ડર (7 રનમાં 4 વિકેટ)ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગનાં આધારે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવીને પાંચ મેચની T20I સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

Sports
જેસન હોલ્ડર

ફાસ્ટ બોલર જેસન હોલ્ડર (7 રનમાં 4 વિકેટ)ની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગનાં આધારે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવીને પાંચ મેચની T20I સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. વિન્ડીઝનાં કેપ્ટન કિરોન પોલાર્ડે બાર્બાડોસમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો – Shocking / વૃદ્ધનું ઘર પૂરી રીતે સળગી ગયુ પણ બિલાડી બચી ગઇ તો ખુશીમાં રડવા લાગ્યા, જુઓ આ ભાવુક Video

હોલ્ડરે પોતાના કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરતા 3.4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા અને 4 મોટા શિકાર બનાવ્યા હતા. જેમાં ટોમ બેન્ટમ, મોઈન અલી, આદિલ રાશિદ અને શાકિબ મહમૂદની 4 વિકેટનો સમાવેશ થાય છે. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હોતી અને ટીમે 49 રન સુધી તેની 7 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ક્રિસ જોર્ડન 28 અને આદિલ રશીદ 22 રન બનાવી ટીમનો સ્કોર 100 રનથી આગળ લઈ ગયા હતા. આ પછી સમગ્ર ટીમ 19.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

હોલ્ડર ઉપરાંત ડાબોડી ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલે બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની બેટિંગ એટલી નબળી હતી કે તેના 7 ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હોતા. ઓપનર જેસન રોયે 6 અને ટોમ બેન્ટને 4 રન બનાવ્યા હતા. વળી, કેપ્ટન ઇયોન મોર્ગને 29 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેણે સિક્સર પણ ફટકારી હતી. જેમ્સ વિન્સે 12 બોલમાં બે ચોક્કા અને એક છક્કાની મદદથી 14 રન બનાવ્યા હતા. ડાબા હાથના સ્પિન બોલર અકીલ હુસૈને શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને એક વિકેટ લીધી.

આ પણ વાંચો – ઉદ્વઘાટન / PM મોદીએ સુભાષ ચંદ્ર બોઝને 125મી જન્મજયંતિ પર શ્રદ્વાંજલિ અર્પણ કરી, ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાનું ઉદ્વઘાટન કરશે

ઈંગ્લેન્ડનાં 104 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત સારી રહી હતી. બ્રેન્ડન કિંગ અને શાઈ હોપે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી કરી હતી. શાઈ હોપે 25 બોલમાં 20 રન બનાવ્યા હતા. વળી, બ્રેન્ડન કિંગે 49 બોલમાં 4 ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. તેના સિવાય નિકોલસ પૂરને 29 બોલમાં અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી આદિલ રાશિદે એક વિકેટ લીધી હતી.