હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શનિવાર સાંજ અને રવિવારે દિવસભર ભારે હિમવર્ષાનાં કારણે રાજ્યની લાઈફલાઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. માર્ગ, રેલ અને હવાઈ માર્ગો ખોરવાઈ જવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળોએ અટવાઈ પડ્યા છે.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર અપક્ષ તરીકે ચૂંટણી લડશે,ટિકિટ ન મળતા નારાજ હતા
અહી હોટલમાં બધા સુરક્ષિત છે પરંતુ તેમની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે. રવિવાર સાંજ સુધી, ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો મનાલી-કેલોંગ-લેહ, અની-જાલોરી દર્રા-કુલ્લ, શિમલા-રામપુર અને સિરમૌર અને 731 રસ્તાઓ પરની અવરજવર સંપૂર્ણપણે ઠપ રહી હતી. આ હિમ વર્ષાથી 550 માર્ગો પ્રભાવિત થયા છે. ભારે હિમવર્ષાનાં કારણે શિમલા, મંડી, ચંબા, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ, સિરમૌર અને કિન્નૌર જિલ્લા મુખ્યાલયનો ઘણા વિસ્તારોમાંથી સંપર્ક કપાઈ ગયો છે. એએસપી કાંગડા પુનીત રઘુએ માહિતી આપી હતી કે, 4 છોકરાઓ ટ્રેકિંગ માટે ગયા હતા અને મોડી સાંજ સુધી પરત આવ્યા ન હોતા. આ અંગેની માહિતી મળતાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં તપાસ તેજ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે એટલે કે રવિવારે બે છોકરાઓનાં મૃતદેહ મળી આવ્યા હતા અને અન્ય બે છોકરાઓની હાલત ગંભીર જોવા મળી હતી, કારણ કે ઊંચા સ્થાનેથી ખાડામાં પડી જવાથી તેમને ઘણી ઈજાઓ થઈ હતી. જો કે બંનેની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.
Himachal Pradesh | Due to heavy snowfall, 731 roads including 4 National Highways closed, 1365 power supply schemes disrupted, 102 water supply schemes disrupted, & 3220 electricity supply schemes were disrupted, out of which 1955 have been restored: State Disaster Mgmt Authority
— ANI (@ANI) January 23, 2022
આ પણ વાંચો – ટ્રોલ / રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલીએ એવું શું કર્યું કે લોકો ટ્રોલ કરવા લાગ્યા,જાણો વિગત
કાંગડાનાં ડીસી નિપુન જિંદલે જણાવ્યું કે, સ્લેટ ગોડાઉન પાસે શનિવાર રાતથી 16, 17 અને 18 વર્ષની વયનાં 4 છોકરાઓ ગુમ હોવાનું કહેવાય છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમોએ ગુમ થયેલા યુવાનોને શોધી કાઢ્યા છે, પરંતુ પ્રદેશમાં સતત હિમવર્ષાનાં કારણે તેમને બહાર કાઢવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, રાજ્યમાં 102 પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. આ સાથે 1365 વીજ પુરવઠા યોજનાઓ પણ પ્રભાવિત થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી દેશનાં મોટા ભાગોમાં હવામાનની પેટર્ન બગડી છે. કડકડતી શિયાળાની વચ્ચે વાદળોએ ધામા નાખ્યા છે અને અમુક જગ્યાએ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ પણ છે. હિમાચલ-ઉત્તરાખંડથી લઈને દિલ્હી, યુપી, એમપી, બિહાર અને બંગાળ સુધી આવુ જ વાતાવરણ છે. શિયાળાની ઋતુમાં પડી રહેલા વરસાદને કારણે ધ્રુજારી વધી છે.
