- વડોદરામાં લગ્ન પ્રસંગમાં સો.ડિસ્ટન્સના ધજાગરા
- કોરોનાની ગાઇડલાઈન ભંગનો વિડિયો થયો વાયરલ
- કારેલીબાગ વિસ્તારમાં ગરબે ઘૂમતા લોકોનો વીડિયો
- ડીજેના તાલે માસ્ક સહિતના નિયમોનો સરેઆમ ભંગ
- કોરોનાના સતત વધતા કેર વચ્ચે લોકોની લાપરવાહી
- 24 કલાકમાં શહેરમાં કોરોનાના 2876 કેસ નોંધાયા છે
- માસ્ક વગર ડીજેનાં તાલે ઝુમતા દેખાયાં જાનૈયા
- જાહેર માર્ગ પર ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા
- વરઘોડામાં ભીડ ભેગી થઇ છતાં પોલીસનાં આંખ મિચામણાં
રાજ્યમાં સતત કોરોનાનાં કેસમાં વધારો સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. પરંતુ તાજેતરમાં જોવા મળી રહ્યુ છે કે, જે સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય છે તે સામાન્ય નાગરિક માટે નથી. જી હા, રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં સરકાર દ્વારા 150 લોકોની પરવાનગી આપવામાં આવી છે પરંતુ શું લોકો આ ગાઇડલાઇનનું પાલન કરે છે ખરા? જવાબ મળશે ના.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી 2022 / ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર અપક્ષ તરીકે ચૂંટણી લડશે,ટિકિટ ન મળતા નારાજ હતા
તાજેતરમાં વડોદરામાં લગ્ન પ્રસંગે સરકારની ગાઇડલાઇનનો ભંગ થયો છે. અહી સોશિયલ ડિસ્ટન્સિંગનાં ખુલેઆમ ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન લોકોનું ટોળુ ગરબે ઘૂમતા જોવા મળ્યુ હતુ. અહી DJ નાં તાલે લોકોએ ખૂબ ગરબા રમ્યા હતા અને ખૂબ આનંદ મેળવ્યો હતો. પરંતુ આ દરમિયાન લોકો કોરોનાનાં આ સમયગાળાને જાણે ભૂલી જ ગયા હતા. જી હા, આ દરમિયાન મોટા ભાગનાં લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા, વળી સોશિયલ ડિસ્ટન્સિંગનાં પણ ખુલેઆમ ધજાગરા ઉડ્યા હતા. રાજ્યમાં જ્યારે સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે લોકોની આ પ્રકારની બેદરકારી કેટલી મોંઘી પડી શકે છે તેનો કોઇ ખ્યાલ પણ આ લોકોને હોય તેવુ લાગી રહ્યુ નથી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2500 થી વધુ કેસ નોંધાયા છે. સમય એવો આવ્યો છે કે, લોકોએ કોરોનાનાં કારણે સરકારે લાગુ કરેલા નિયમોનું પાલન કરવાની જરૂર છે પરંતુ લોકોમાં ગંભીરતા દૂર દૂર સુધી દેખાઇ રહી નથી. આ લગ્ન પ્રસંગે લોકો DJ નાં તાલે સાથે ડાન્સ અને ગરબા કરતા જોવા મળ્યા. વળી એવુ નથી કે આ કોઇ મેદાનમાં થઇ રહ્યુ હોય, DJ નાં તાલે ગરબા જાહેર માર્ગ પર જોવા મળ્યા હતા. વળી સોશિયલ ડિસ્ટન્સનાં પણ લોકોએ લીરેલીરા ઉડાવ્યા હતા. અહી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ વરઘોડામાં લોકોને ભારે ભીડ ભેગી થઇ હતી પરંતુ પોલીસે આંખ આડા કાન કરી લીધા હતા.
