આ દિવસોમાં, ક્રિકેટની દુનિયા લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ઉત્સાહ જોઈ રહી છે, આ લીગમાં દરરોજ ઘણી રોમાંચક મેચો રમાઈ રહી છે. આ કડીમાં, લીગની ચોથી મેચ ઈન્ડિયા મહારાજા અને એશિયા લાયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં એશિયા લાયન્સની ટીમે આ મેચમાં વિજયની ગાથા લખવાનું કામ કર્યું હતું. તેમજ અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચનો હીરો અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન રહ્યો હતો.
આ પણ વાંચો – IND vs SA / દક્ષિણ આફ્રિકાનાં આ ખેલાડીએ ફોટો શેર કરતા લખ્યું- જય શ્રી રામ, પોસ્ટ વાયરલ
લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ઈન્ડિયા મહારાજા અને એશિયા લાયન્સ વચ્ચે મેચ થઈ હતી. આ મેચમાં ઈન્ડિયા મહારાજાની 36 રને હાર થઈ હતી. પરંતુ એશિયા લાયન્સ વતી અફઘાનિસ્તાનનાં અસગર અફગાને એવી ધમાકેદાર ઇનિંગ રમી કે મેચનો આખો માહોલ પલટાઈ ગયો. અસગર અફગાને માત્ર 28 બોલમાં 69 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 7 સિક્સર અને 4 ફોર પણ ફટકારી હતી. અસગર અફઘાને તેની ઇનિંગ્સમાં 246નાં સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ પહેલા ઉપુલ થરંગાએ પણ 45 મેચમાં 72 રનની ઇનિંગ રમી હતી જેમાં સાત ફોર અને ચાર સિક્સ સામેલ હતી. આ બે વિસ્ફોટક ઇનિંગ્સનાં આધારે એશિયા લાયન્સે 193/4નો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઈન્ડિયા મહારાજા માત્ર 157 રન બનાવી શક્યું હતુ અને 36 રનથી મેચ હારી ગયું હતુ. ઈન્ડિયા મહારાજા તરફથી વસીમ જાફરે 25 બોલમાં 35 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – Video / ધોનીનો આ વીડિયો જોઇ તમે પણ માથું ખંજવાળવા લાગશો, ટ્રેનથી પણ ઝડપી દોડતો જોવા મળ્યો માહી
તેમના સિવાય યુસુફ પઠાણ (21), સ્ટુઅર્ટ બિન્ની (25) અને મનપ્રીત ગોની (35) અંતમાં રન બનાવવામાં સફળ રહ્યા હતા, પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હોતા. મનપ્રીત ગોનીએ પોતાની ઇનિંગમાં 4 સિક્સર ફટકારી હતી. બેટિંગમાં એશિયા લાયન્સ તરફથી રમતા અસગર અફગાને બોલિંગમાં પણ બે વિકેટ ઝડપી હતી અને યુસુફ પઠાણ, મોહમ્મદ કૈફને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
