ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન કેવિન પીટરસને UAEમાં ચાલી રહેલી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં તોફાની ઇનિંગ રમી છે. તેણે વર્લ્ડ જાયન્ટ્સ તરફથી રમતી વખતે એક જ ઓવરમાં 30 રન બનાવ્યા હતા. તેની આ વિસ્ફોટક ઇનિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પીટરસને 38 બોલમાં 86 રનની દમદાર ઇનિંગ રમીને ફરી એકવાર પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી છે.
આ પણ વાંચો – IND VS WI / રવિ બિશ્નોઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝ માટે ટીમમાં મળી શકે છે જગ્યા, કુલદીપ યાદવની થઈ શકે છે વાપસી
પીટરસને તેની શાનદાર ઇનિંગમાં નવ ચોક્કા અને સાત છક્કા ફટકાર્યા હતા. ગુરુવારે પીટરસને તેની ઇનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં લખ્યું હતું, ગઈ રાત વિશે, જો તમારી પાસે એક મિનિટ હોય તો!”
https://twitter.com/KP24/status/1486547483413131272?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1486547483413131272%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-kevin-pietersen-slams-86-off-38-balls-in-legends-league-cricket-share-video-indian-cricketer-reacts-to-get-back-to-ipl-5672307.html
કેવિન પીટરસનની આ શાનદાર ઇનિંગનાં ચાહકો વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ બેટ્સમેનને નિવૃત્તિમાંથી વાપસી કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે કહ્યું હતું. પીટરસને શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન અને એશિયા લાયન્સ તરફથી રમતા સનથ જયસૂર્યાની એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા. પીટરસને સનથ જયસૂર્યાની ઓવરમાં 3 ચોક્કા અને 3 છક્કા ફટકારીને એક ઓવરમાં 30 રન બનાવ્યા હતા.
Watch @KP24 in all his glory, as he puts on a grand display of his batting skills against the Asia Lions, showing the world why he truly deserved the title of Legend Of The Match, on Day 5 of Howzat #LegendsLeagueCricket.#LLCT20 #GameOfGOATs #Cricket22 #T20Cricket pic.twitter.com/CofgGBvhvE
— Legends League Cricket (@llct20) January 27, 2022
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર બ્રેટ લી પણ વર્લ્ડ જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળે છે. તેણે તેની ક્વોટા ઓવરો દરમિયાન ઘણી વખત બેટ્સમેનોને હેરાન કર્યા છે. ગોસ્વામીએ લખ્યું, “આઇપીએલમાં પરત ફરો સાથી.” ગોસ્વામીનાં સવાલનો પીટરસને શાનદાર જવાબ આપ્યો છે. ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું કે, હું ઘણો મોંઘો થઈશ અને કદાચ લીગમાં ટોપ સ્કોરર બનીશ. આનાથી માર્ડન તમામ ખેલાડીઓને શરમ આવશે!”
Get back in to the ipl mate 🔥
— Shreevats goswami (@shreevats1) January 27, 2022
આ પણ વાંચો – પ્રજાસત્તાક દિવસ / ગણતંત્ર દિવસ પર ક્રિસ ગેલે દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદીનાં સન્માનમાં કહી આ વાત
પીટરસન તેના રમતના દિવસો દરમિયાન પાંચ IPL ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. તેણે ડેક્કન ચાર્જર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2018 માં, ઇંગ્લેન્ડના ક્રિકેટરે રમતના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
