રાજકોટ/ કેવી રીતે ભણશે ગુજરાત? ધોરાજીની સરકારી સ્કૂલની દયનીય સ્થિતિ જોઈને તમે પણ આ જ કહેશો..

ગુજરાત રાજ્યસરકારનું સ્લોગન છે કે ભણશે ગુજરાત…. આગળ વધશે ગુજરાત… જે સૂત્ર ધોરાજીની સરકારી સ્કૂલને લાગુ પડતું ન હોય તેમ લાગી રહ્યું છે.

Gujarat Rajkot

ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત,આગળ વધશે ગુજરાત… જેવા અનેક સૂત્ર શિક્ષણ વિભાગમાં રજુ કરવામાં આવે છે.પરંતુ આ સૂત્ર ધોરાજીની સરકારી સ્કૂલને લાગુ ન પડતા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અંહી આવેલી સરકારી સ્કૂલની હાલત બિસ્માર હોવાથી વિદ્યાર્થીઓ હાલાકીમાં મુકાય ગયા છે.ત્યારે શુ છે સ્કૂલની વાસ્તવિક પરિસ્થિતિ  વાંચો…

આ પણ વાંચો :નારણપુરામાં ભેખડ ધસી પડતાં ત્રણ મજૂરોના દટાયા, બે લોકોના મોત

ગુજરાત રાજ્યસરકારનું સ્લોગન છે કે ભણશે ગુજરાત…. આગળ વધશે ગુજરાત… જે સૂત્ર ધોરાજીની સરકારી સ્કૂલને લાગુ પડતું ન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ધોરાજી શહેરના હૃદય સમા ચકલા બજારમાં આવેલી તાલુકા શાળા જે એક નંબર અને 8 નંબરની સ્કૂલો 100 વર્ષથી વધારે જૂની છે. તેમજ શહેરની મધ્યમાં હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે.

છેલ્લા ઘણા સમયથી સ્કૂલનું બિલ્ડીંગ સાવ જર્જરીત હાલતમાં હોવાથી સ્કૂલ બંધ છે. અને તેમાં અભ્યાસ કરતા 400 બાળકોને અન્ય દૂર સરકારી કન્યા શાળામાં મર્જર કરી દેવામાં આવ્યા છે. જે સ્કૂલ ગામથી ઘણી દૂર જેથી બાળકોના માતા પિતા પણ બાળકોને સ્કૂલમાં મોકલતા નથી. તેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

એક બાજુ સરકાર દ્વારા ભણતરને લઈ મોટા મોટા તાયફાઓ કરવામા આવે છે.  અને બીજી તરફ સરકારી સ્કૂલની હાલત દિવસેને દિવસે ખરાબ થતી હોવાથી.ગરીબ લોકોને બાળકોનું મોંઘુ દાટ ભણતર પોસાઈ તેમ નથી. જેથી બાળકનું ભવિષ્ય અધકાર મય તરફ જોઈ રહ્યું છે.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વઘે તેવા અનેક સૂત્ર સાથે બાળકોને ભણવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સરકારે બીજી તરફ રાજ્યમાં આવેલી સ્કૂલની બિસ્માર સ્થિતિ સુધારવાની જરૂર છે.જો શિક્ષણનો પાયો મજબૂત હશે તો. બાળકોને શિક્ષણ સારૂ મળી રહશે. પરંતુ ધોરાજીમાં આવેલી સ્કૂલને જોતા એવું લાગે છે. કે વિદ્યાર્થીઓ મોતના અસરા નીચે ભણી રહ્યા છે.

આ પણ વાંચો :સાડા ત્રણ માસ પૂર્વે સગીરાને ભગાડી જનાર શખ્સને ઓરિસ્સાથી શોધી કાઢતી હળવદ પોલીસ

આ પણ વાંચો : ડીસા થરાદ હાઈવે પર અકસ્માત, નીલગાય વચ્ચે આવતા બે સગાભાઈઓએ ગુમાવ્યો જીવ

આ પણ વાંચો :અમદાવાદમાં બુટલેગરોની દાદાગીરી, પોલીસને દોડાવી દોડાવીને માર્યો માર

આ પણ વાંચો :સુરતની જુવેનાઇલ હોમમાં કોરોનાની એન્ટ્રી, જાણો કેટલા કર્મીઓ સંક્રમિત…..