રાજકોટ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.જેમાં વેક્સીનેશન, ટેસ્ટીંગ જેવી કામગીરી નાગરિકોના ઘર આંગણે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી નાગરિકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો\:દાવો / સિદ્ધુની બહેને રડતાં રડતાં કહ્યું- સિદ્ધુએ પ્રોપર્ટી પર કબજો કરીને માતાને…
લોકો વેક્સીન મુકાવે અને કોરોનાથી સુરક્ષિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૨૮/૦૧/૨૦૨૨ થી ૦૮/૦૨/૨૦૨૨ દરમ્યાન ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જે અનુંસધાને આજે તા. ૨૮-૦૧-૨૦૨૨ના રોજ મ્યુનિ. કમિશનરઅમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસરડૉ. કમલેશ ઉપાધ્યાય દ્વારા શહેરના ત્રણેય ઝોન ખાતે મનપાના અધિકારીઓ સાથે “ડોર ટુ ડોર” અનુસંધાને મીટિંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો;ગુજરાત / રાજ્યમાં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ
સર્વે દરમ્યાન જે નાગરિકોને વેક્સીનનો બીજા ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકો અને જેઓનો પ્રિકોશન કોવીડ ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામે ચાલીને ઘર આંગણે જ રસી આપવામાં આવશે. આ કામગીરી વોર્ડના પ્રભારીશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ, નગર પ્રાથમિક સમિતિના શિક્ષકો, આશા વર્કરો અને આંગણવાડી બહેનો દ્વારા હાથ ધરવામાં આવશે.લોકો વેક્સીન મુકાવે અને કોરોનાથી સુરક્ષિત થાય તે માટે મહાપાલિકા દ્વારા આજથી 8મી ફેબ્રુઆરી સુધી ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. જે અનુંસધાને આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને રાજ્યના નોડલ ઓફિસર ડો. કમલેશ ઉપાધ્યાય દ્વારા શહેરના ત્રણેય ઝોન ખાતે મનપાના અધિકારીઓ સાથે “ડોર ટુ ડોર” અનુસંધાને મીટિંગ કરવામાં આવી હતી. સર્વે દરમ્યાન જે નાગરિકોને વેક્સીનનો બીજા ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકો અને જેઓનો પ્રિકોશન કોવીડ ડોઝ લેવાનો સમય થઇ ગયેલ હોય તેવા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામે ચાલીને ઘર આંગણે જ રસી આપવામાં આવશે.
