Not Set/ ધરમપુરનો ખાદી ઉદ્યોગ નામશેષને આરે, માત્ર બે કારીગર બચ્યા

એક સમયે અહી વર્ષો પેહલા ૪૦ થી વધુ ગામોમાં લોકો ઘરે ઘરે રેંટીયો અને તકલી ચલાવતા હતા. પરંતુ ખાદી ગ્રામ ઉધોગ કમીશન દ્વારા કારીગરો માટે વળતરની કિમતમાં વધારો નહિ કરાતા અનેક કારીગરો એ કામગીરી બંધ કરવનાનો નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat

એક સમયે ધરમપુર ખાદી કાપડ વણાંટ માટે જાણીતું હતું પરંતુ હવે કોરોનાકાળમાં આ ઉદ્યોગ નામશેષ થવાના આરે છે. કોરોનાકાળ પહેલા ધરમપુરમાં ૧૫૦ જેટલા કારીગર હતા પરંતુ હવે તાલુકામાં માત્ર બે જ કારીગર બચ્યા છે. એક સમયે અહી વર્ષો પેહલા ૪૦ થી વધુ ગામોમાં લોકો ઘરે ઘરે રેંટીયો અને તકલી ચલાવતા હતા. પરંતુ ખાદી ગ્રામ ઉધોગ કમીશન દ્વારા કારીગરો માટે વળતરની કિમતમાં વધારો નહિ કરાતા અનેક કારીગરો એ કામગીરી બંધ કરવનાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ કેટલાક કુટુંબમાં જાણકાર કારીગરોના મૃત્યુ બાદ તેમની આગામી પેઢી હવે આ ઉદ્યોગમાંથી નીકળી ગઇ છે.

  • ધરમપુરનો ખાદી ઉદ્યોગ નામશેષને આરે
  • કોરોનાકાળે ખાદી ઉદ્યોગ પર કર્યો વજ્રાઘાત
  • 150 કારીગરોમાંથી હવે બચ્યા માત્ર 2 કારીગર
  • એક સમયે 40થી વધુ ગામોમાં હતા કારીગર
  • વળતરમાં વધારો ન થતા ઉદ્યોગને અસર

ધરમપુર માં ખાદી નું કાપડ વણાટ કરતા ૧૫૦ કારીગર હતા હવે બચ્યા છે માત્ર ૨ ખાદી ઉધોગ મરણ પથારી એ

ધરમપુર આઝાદીના સમય ગાળા દરમ્યાન ખાદીના કાપડ બનાવવા માટે જાણીતું હતું. અહી વર્ષો પેહલા ૪૦ થી વધુ ગામોમાં લોકો ઘરે ઘરે રેંટીયો અને તકલી ચલાવતા પરંતુ ખાદી ગ્રામ ઉધોગ કમીશન દ્વારા કારીગરો માટે વળતરની કિમતમાં વધારો નહિ કરતા અનેક કારીગરોએ કામગીરી બંધ કરી તો કેટલાક કારીગરો સ્વર્ગે સિધાવી જતા વારસો ટક્યો નથી. આજે ધરમપુર તાલુકામાં માત્ર બે કારીગર બચ્યા છે જે છેલ્લા 50 વર્ષથી ખાદીનું કાપડ બનાવવાનો વારસો ટકાવી રાખ્યો છે. પરંતુ ટૂંક સમય માં તેઓ પણ કામગીરી બંધ કરવાની કગાર ઉપર છે.

ધરમપુરના કુરગામ નિશાળ ફળિયામાં રેહતા છોટુભાઈ ધાકલ ભાઈ છેલ્લા 50 વર્ષ થી ખાદીનું કાપડ વણાટ કરવાનું કામ કરે છે.  પરંતુ છેલ્લા 50 વર્ષથી ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા જે વળતર આપવામાં આવે છે તેમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરાયો નથી. જેને પગલે અનેક કાર્યકરોએ આ કામ બંધ કરી દીધું છે. આજે પણ એક મીટર કાપડ બનાવવા ના માત્ર ૪૫ થી ૫૦ રૂપિયા જેટલું વળતર આપવામાં આવે છે.  જેને પગલે અનેક જગ્યાઓ પર કામ કરતા કારીગરો એ આ કામગીરી બંધ કરી છે.  અને તેઓની માંગ છે કે જો વળતર વધારવામાં આવે તો ફરીથી ખાદી ગ્રામ ઉદ્યોગ નો વ્યવસાય પુનર્જીવિત બને.

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ

Life Management / એક વિકલાંગ રાજાનું સુંદર ચિત્ર બનવાનું હતું, ત્યારે એક ચિત્રકારે એવું કર્યું કે બધાને આશ્ચર્ય થયું