રાજકોટ/ જેતપુરના શિક્ષક ઓનલાઈન ટ્રાન્જેકશન ઠગાઈનો ભોગ બન્યા, 3.27 લાખ ખાતામાંથી ઉપડી ગયા

જેતપૂરની બાપુની વાડી પાસેરહેતા પ્રશાંતભાઈ જયંતિભાઈ લકકડ નામના પટેલ શિક્ષક સાથે રૂ.3.27 લાખની ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યાની જેતપૂર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Gujarat

રાજયમાં  દિવસેને દિવસે   આગા, લૂટના કેસો વધતાં  જોવા  મળી  રહયા છે  ત્યારે એવો જ એક કિસ્સો સામે  આવ્યો છે  જેમાં જેતપુર શહેરની બાપુની વાડી પાસે અભિષેક સ્કુલ પાસે રહેતા શિક્ષકને પેટીએમ એકાઉન્ટનું કે.વાય.સી. વેરીફીકેશન કરાવો નહીંતર તમારૂ એકાઉન્ટ બંધ થઈ જશે. તેવી વાતોમાં વિશ્ર્વાસ કેળવી મોબાઈલમાં અલગ અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂ.3.27 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો:World / બેંગકોકમાં Australia Embassyમાં મહિલાઓના બાથરૂમમાંથી મળ્યો સ્પાય કેમેરા

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂરની બાપુની વાડી પાસેરહેતા પ્રશાંતભાઈ જયંતિભાઈ લકકડ નામના પટેલ શિક્ષક સાથે રૂ.3.27 લાખની ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યાની જેતપૂર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ  વાંચો:Happy Birthday! / ભરૂચનો આજે 8002 મો જન્મ દિવસ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રશાંતભાઈ લકકડ નામના શિક્ષકના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તમારૂ પેટીએમ એકાઉન્ટ કે.વાય.સી.વેરીફીકેશન કરાવો નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે તેવી વાતો કરી પ્રશાંતભાઈ લકકડનો વિશ્ર્વાસ કેળવી અલગ અલગ બે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પ્રશાંતભાઈ લકકડના એસ.બી.આઈ. બેંકના એકાઉન્ટમાંથી ઓનલાઈન અલગ અલગ ટ્રાન્જેકશન કરી રૂ.3.27 લાખ ટ્રાન્સફર કરી લીધાની ફરિયાદમાં જણાવ્યું છે.