યુપીમાં કોરોના સંક્રમિતોની સતત ઘટતી સંખ્યા અને ઝડપી રસીકરણના પરિણામોને ધ્યાનમાં રાખીને સરકાર 7 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 12 સુધીની શાળાઓ ખોલવાની તૈયારી કરી રહી છે.
આ અંગેનો નિર્ણય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં લેવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં કોવિડ ટેસ્ટ કરાવનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે રાજ્યમાં 3807 નવા દર્દીઓ મળી આવ્યા છે. 8817 લોકો કોરોના મુક્ત થયા.
આ પણ વાંચો:સોમવારથી ઓફલાઇન વર્ગો ફરી શરૂ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
આપ જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 1.27 લાખ નવા કેસ નોંધાયા છે. વળી, પોઝિટિવિટી રેટ ઘટીને 8 ટકા પર આવી ગયો છે. હાલમાં પોઝિટિવિટી રેટ 7.98 છે. ભારતમાં હાલમાં કોરોનાનાં 13,31,648 સક્રિય કેસ છે. વળી, રિકવરી રેટ 95.64 ટકા નોંધાયો છે.
ગઈકાલે દેશમાં 1,27,952 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 1,059 પીડિતોનાં મોત થયા હતા. આ દરમિયાન 2,30,814 લોકો સાજા થયા છે, જેના કારણે અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોનો આંકડો 4,02,47,902 પર પહોંચી ગયો છે. હાલમાં રિકવરી રેટ 95.64% છે. હાલમાં 13,31,648 દર્દીઓ સારવાર હેઠળ છે.
જો આપણે દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો તે 7.98% છે. વળી, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 11.21% છે. શુક્રવારે દેશભરમાં 16,03,856 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 73.79 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, દેશભરમાં કોવિડ રોગચાળા સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 168.98 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:પોલીસ સામે વધુ એક પીડિતના આરોપ, ‘ખંડણી માગે છે PI ગઢવી સહિતના અધિકારી’
આ પણ વાંચો:નોંધારાનો આધાર બની સરકાર, દર માસે તુંબડીના બે બાળકો મેળવશે સહાય
