ઝારખંડના ધનબાદથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક ઘરના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. 23 વર્ષીય પૂનમ કુમારીના લગ્ન 16 જુલાઈએ થવાના હતા. ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. બુધવારે રાત્રે પીઠીની વિધિ પણ સારી રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પુત્રીના લગ્નથી પરિવાર ખૂબ ખુશ હતો. પરંતુ પીઠીની વિધિ પછી થોડા સમય પછી દુલ્હન પૂનમ સાપ કરડવાથી મૃત્યુ પામી હતી.
પીઠીની વિધિ બાદ, પૂનમ તેના રૂમમાં સૂઈ ગઈ. ત્યાં કોઈ ઝેરી સાપ ક્યાંક આવી ચડ્યો હતો, આ સાપએ પૂનમને ડંખ માર્યો હતો અને પૂનમનું મોત નીપજ્યું હતું. જે ઘરેથી પૂનમની ડોલી ઉઠવાની હતી ત્યાં જ તેની અર્થી ઉઠી હતી.

સાપના ડંખ પછી, પૂનમ જોરજોરથી રડી પડી, તુરંત જ પરિવારના સભ્યો તેના રૂમમાં પહોંચ્યા અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. જે બાદ બરવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ્બેદા ગામે લગ્નની ખુશી વચ્ચે માતમ ફેલાયો હતો.
આ પણ વાંચો: માયાનગરી મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં માં પાણી ભરાયા
પૂનમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે ધનબાદની બીએસએસ મહિલા કોલેજની વિદ્યાર્થીની હતી. તેના લગ્ન 16 જુલાઈના રોજ થવાના હતા, જેને લઈને ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. પરંતુ પૂનમનું મોત સાપના કરડવાથી થયું હતું.

ગામ લોકોનું કહેવું છે કે વરસાદને કારણે સાપ લોકોના ઘરોમાં ઘુસી જતા હોય છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં સાપના કરડવાથી ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. પૂનમના મોત બાદ વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ છે. ડરના કારણે લોકોની ઊંઘ ઉડી ગઈ છે. લોકોના મનમાં ભય છે કે તેમના ઘરમાં પણ ક્યાંક સાપ આવી ન જાય.
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં યુવતીએ લગ્ન કરવાની ના પાડી, કારણ જાણીને હેરાન રહી જશો
ધનબાદ અને આજુબાજુના વિસ્તારોમાંથી સાપના કરડવાના અનેક કેસ નોંધાયા છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સતત ચેતવણી આપવામાં આવી રહી છે. પરંતુ જંગલની આસપાસ રહેતા લોકો માટે પોતાને સાપથી બચાવવા તે એક મોટો પડકાર છે. તેઓએ એક ભૂલની કિંમત તેમના જીવન ગુમાવીને ચૂકવવી પડશે.
આ પણ વાંચો:દાઉદ ઇબ્રાહિમની તબિયત વિશે ભાઈ ઇકબાલ કાસકરનો મોટો ખુલાસો, કહ્યું- પાકિસ્તાનના ઘરે દરરોજ …
