દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ એટલે કે 9 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો: લતા મંગેશકરનું નિધન, ભૂમિ પેડનેકરથી લઈને ગુરુ રંધાવાએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ એટલે કે 9 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.
આગામી 4 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ, ઉત્તર રાજસ્થાન, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા વિસ્તારો આગામી બે દિવસ દરમિયાન ધુમ્મસની ચપેટમાં રહેશે.
હવામાન વિભાગે જણાવ્યું ક, આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવો કે મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદની આગાહી છે. નબળા પશ્ચિમી વિક્ષેપને કારણે, 06 અને 07 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
કાશ્મીરમાં તીવ્ર ઠંડી યથાવત, વરસાદ અને હિમવર્ષાની આગાહી
08 અને 09 ફેબ્રુઆરીએ પંજાબ અને હરિયાણાના ઉત્તરીય ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વિવિધ ભાગોમાં ઠંડીનું મોજું આવવાની સંભાવના છે. ઓડિશામાં આગામી 2 દિવસ દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.
શનિવારે સિક્કિમ અને તેની નજીકના ઉત્તર બંગાળના ઘણા ભાગોમાં હિમવર્ષાને કારણે, હિમાલય અને ડુઅર્સ પ્રદેશોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું હતું કે, ગંગટોક અને તેની આસપાસના વિસ્તારો, દક્ષિણ સિક્કિમના રાલાંગ અને રવાંગલા, પશ્ચિમ સિક્કિમના ચેવાંગભંજયાંગ, ઓખરે, હિલે અને બારસે અને ઉત્તર સિક્કિમના ઘણા વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારની વહેલી સવારે હિમવર્ષા થઈ હતી. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના દાર્જિલિંગ, ચતકપુર, ઘૂમ, સંદકફૂ અને ફાલુત અને પડોશી કાલિમપોંગ જિલ્લાના લાવામાં પણ હિમવર્ષા થઈ હતી.
આ પણ વાંચો:સુર મહારાણી લતા મંગેશકરની બાળપણથી સંગીતના સફર સુધીની જીવનગાથા,જાણો
આ પણ વાંચો:પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં 20 વિદ્રોહીને કર્યા ઠાર
