પંજાબમાં હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લડ્ડી ફરીથી ભાજપમાં જોડાયા છે. 40 દિવસમાં તેમણે ત્રીજી વખત પાર્ટી બદલી. લડ્ડી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. તેઓ 28 ડિસેમ્બરે ભાજપમાં જોડાયા હતા. 3જી જાન્યુઆરીએ ફરી કોંગ્રેસમાં પાછા ફર્યા અને ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. આ પહેલા 3 જાન્યુઆરીએ તેઓ હરીશ રાવત અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
આ પણ વાંચો: તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક કલહ ! મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બોલાવી ઈમરજન્સી બેઠક
28 ડિસેમ્બરે તેઓ નવી દિલ્હીમાં ભાજપમાં જોડાયા હતા. બલવિંદર સિંહ લડ્ડી કેપ્ટન અમરિંદર સિંહના વફાદાર માનવામાં આવે છે. જોકે, તેઓ કેપ્ટનની નવી પાર્ટીમાં જોડાયા ન હતા અને ભાજપમાં જોડાયા હતા. કેપ્ટન અમરિંદરે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. જો કે, 3 જાન્યુઆરીએ, તેમણે ભાજપને ફટકો આપ્યો અને કોંગ્રેસમાં પાછા ફર્યા હતાં.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘે બટાલામાં લડ્ડીને ભાજપમાં સામેલ કરાવ્યા હતા. બટાલાથી ભાજપના ઉમેદવાર ફતેહજંગ બાજવા પણ ત્યાં હાજર હતા. લડ્ડી પણ બાજવા જૂથના માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસે હરગોવિંદપુર વિધાનસભા સીટથી લડ્ડીને ટિકિટ આપી નથી. આ સીટ ગુરદાસપુરમાં આવે છે. અહીંથી કોંગ્રેસે મનદીપ સિંહને ટિકિટ આપી છે.
ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા બાદ લાડ્ડીએ એમ પણ કહ્યું હતું કે , તેમનાથી ભૂલ થઈ છે. તેમણે કહ્યું હતું કે, મારો જન્મ કોંગ્રેસમાં નેતા તરીકે થયો હતો. ભાજપમાં જવું એ ખોટો નિર્ણય હતો. પહેલા મને લાગ્યું કે કોંગ્રેસ મારી અવગણના કરી રહી છે પરંતુ પછી નેતૃત્વએ મને બોલાવ્યો અને મારી વાત સાંભળી. બધું સમજ્યા બાદ મેં પાર્ટીમાં પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં ફૂંકાશે ઠંડા પવનો, આસામ-તમિલનાડુમાં વરસાદની શક્યતા, જાણો હવામાનની સ્થિતિ
આ પણ વાંચો:દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
