મુંબઈગરાઓ માટે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. આવતા મહિનાથી મુંબઈ મેટ્રો 2-A અને મેટ્રો 7 ટ્રેક પર દોડવા જઈ રહી છે. મુંબઈ મેટ્રોના આ માર્ગો અંધેરીના ડીએન નગરને દહિસર પશ્ચિમ અને અંધેરી પૂર્વથી દહિસર પૂર્વને જોડે છે. હાલ આ રૂટ પર દોડતી મેટ્રો ટ્રેનોની સુરક્ષા તપાસ પૂર્ણ થઈ ગઈ છે. માત્ર મેટ્રો ટ્રેકની સુરક્ષા તપાસ બાકી છે. આ તપાસ પછી, મેટ્રો રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સુરક્ષા પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ મુંબઈવાસીઓ માટે મેટ્રો ટ્રેન ફરીથી પાટા પર દોડવા લાગશે. જો કે, રાહતની વાત એ છે કે, આ પ્રક્રિયા થોડા દિવસોમાં જ પૂર્ણ થઈ જશે.અહેવાલો અનુસાર માર્ચ મહિનાથી આ બંને રૂટ પર મેટ્રો ટ્રેન શરૂ થવાની સંભાવના છે.
ટ્રાફિકની સમસ્યામાં થશે ઘટાડો
આ બંને મેટ્રો શરૂ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં 10 થી 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. આ ઉપરાંત લોકલ ટ્રેનોની ભીડ પણ ઘણા અંશે ઓછી થશે. જેને કારણે જ હાલ મુંબઈવાસીઓ આ બે મેટ્રો શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: શેરબજારમાં તેજી : સેન્સેક્સમાં 1700 પોઈન્ટનો ઉછાળો,નિફ્ટી 17,300 પર બંધ
આપને જણાવી દઈએ કે, આ બે રૂટ પર 10 મેટ્રો ટ્રેન દોડવા માટે તૈયાર છે. મેટ્રો ટ્રેનના સંચાલન માટે જરૂરી મેન પાવર પણ તૈયાર રાખવામાં આવ્યું છે. આ ટ્રેનોની તપાસ છેલ્લા કેટલાય મહિનાઓથી શરૂ થઈ છે. હવે તેમની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ ટ્રેક પર દોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.પ્રથમ તબક્કામાં મેટ્રોના વહીવટ અને સંચાલનની જવાબદારી સ્વતંત્ર સંસ્થાને આપવામાં આવી છે. MMRDAની સત્તા હેઠળ કામ કરતી આ સંસ્થા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની તાલીમ પણ પૂરી થઈ ગઈ છે. એટલે કે મેન પાવર પણ હવે પૂરી ક્ષમતાથી કામ કરવા તૈયાર છે.
આ પણ વાંચો:/ સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ ‘હેક’ થઈ, નામ બદલીને રખાયું Ethereum
આ પણ વાંચો:કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં, પ્રિયંકા ગાંધી કાનપુરમાં કરશે રોડ શો
