Not Set/ શિવસેનાનો ભાજપ પર તંજ – ‘તુફાન મેં કશ્તીયા ઓર ઘમંડ મેં હસ્તીયા’ હમેશા ડુબે જ છે

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે તેમની પૂર્વ સાથી પક્ષ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે અભિમાન હમેશા  લોકોને સર્વનાશના માર્ગ પર લઈ જાય છે. નાગરિકતા સુધારેલા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ના વિરોધ પ્રત્યે ભાજપના કડક વલણની પૃષ્ઠભૂમિમાં રાઉતે આ વાત કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે “તૂફાન મેં કસ્તીયા ઓર […]

India

શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરુવારે તેમની પૂર્વ સાથી પક્ષ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે અભિમાન હમેશા  લોકોને સર્વનાશના માર્ગ પર લઈ જાય છે. નાગરિકતા સુધારેલા અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) ના વિરોધ પ્રત્યે ભાજપના કડક વલણની પૃષ્ઠભૂમિમાં રાઉતે આ વાત કરી હતી.

તેમણે ટ્વિટ કર્યું હતું કે “તૂફાન મેં કસ્તીયા ઓર ઘમંડ મેં હસ્તીયા” ઘણીવાર ડૂબી જાય છે રાજ્યમાં મુખ્ય પ્રધાન પદ માટે ભાગીદારીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ભંગાણ પેદા થયુંહતું. અને બંને છુટા પડ્યા હતા. ત્યારબાદથી મહારાષ્ટ્ર ભાજપનું નેતૃત્વ સતત શિવસેના અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવી રહ્યું છે.

રાઉત આનો જવાબ ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા આપી રહ્યાં છે. સોમવારે રાઉતે યુએસ નેતા માર્ટિન લ્યુથર કિંગના શબ્દો ટાંકીને ભાજપ પર હુમલો કર્યો હતો.

તેમણે ટ્વિટર પર લખ્યું કે, દેશ જ્યાં રાજકારણ ધાર્મિક મુદ્દાઓને શાંત કરે છે તે મહાન છે, પરંતુ જ્યાં રાજકારણ ધાર્મિક મુદ્દાઓ પોતે ઉત્પન્ન કરે છે, ત્યારે સમજો કે લોકો દેશને ખોટી રીતે ચલાવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઉત્તર પ્રદેશમાં સુધારેલા નાગરિકત્વ કાયદા વિરુદ્ધ દેખાવો દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા લોકોને કહ્યું હતું કે તેઓએ પોતાને સવાલ કરવો જોઈએ કે શું તેઓએ સાચું કર્યું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.