Covid-19/ દેશમાં કોરોનાથી રિકવર દર્દીઓની સરખામણીએ નવા કેસો વધ્યા, જાણો આજે કેટલા નોંધાયા કેસ?

ભારતમાં ફરીથી કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. શુક્રવારે (05 ફેબ્રુઆરી), કોવિડ-19 નાં નવા 16,838 કેસ નોંધાયા છે.

India

ભારતમાં ફરીથી કોરોના વાયરસનાં કેસો વધી રહ્યા છે. શુક્રવારે (05 ફેબ્રુઆરી), કોવિડ-19 નાં નવા 16,838 કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 113 લોકોનાં મોત થયા છે. જે હવે એક ચિંતાનો વિષય બની ગયો છે.

Covid-19 / નવા કેસોનાં મામલે 17 માંથી 5 માં નંબરે પહોંચ્યો દેશ, માત્ર આ દેશ છે ભારતથી આગળ

આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં 13,819 લોકો રિકવર પણ થયા છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 113 વધુ દર્દીઓ ચેપનાં કારણે મૃત્યુ પામ્યા છે અને તે પછી મૃત્યુઆંક વધીને 1,57,548 પર પહોંચી ગયો છે. વળી 24 કલાકમાં કોરોનાનાં 16,838 નવા કેસો આવ્યા પછી, પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 1,11,73,761 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 1,76,319 છે અને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ ઠીક થઇ ચુકેલા મામલાની કુલ સંખ્યા 1,08,39,894 પર પહોંચી ગઇ છે.

Covid-19 / બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ

દેશમાં કોરોના સંક્રમણનીં હાલમાં 1,76,319 લોકો સારવાર લઈ રહ્યા છે, જે કુલ કેસનાં 1.59 ટકા છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી દર વધીને 97.03 ટકા છે. કોરોનાથી મૃત્યુ દર 1.41 ટકા છે. 7 ઓગસ્ટ 2020 માં દેશમાં કોરોના ચેપની સંખ્યા 20 લાખ હતી, જે 23 ઓગસ્ટ 2020 માં વધીને 30 લાખ થઇ અને 5 સપ્ટેમ્બર 2020 માં 40 લાખથી વધુ થઈ ગઈ છે. વળી 16 સપ્ટેમ્બરનાં રોજ, દેશમાં કોવિડ-19 નાં કેસ 50 લાખને વટાવી ગયા હતા અને 28 સપ્ટેમ્બરે તે 60 લાખને પાર કરી ગયો હતો. 19 ડિસેમ્બરે દેશમાં કોરોનાનાં કેસ એક કરોડને વટાવી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…