Not Set/ જે.પી નડ્ડાનાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું, દેશમાં પણ રાષ્ટ્રવિરોધી તાકાતો

ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભટિંડાના મૌર મંડીથી જાહેરસભાને સંબોધિત કરી હતી. જ્યા કોંગ્રેસ પર નિશાન સાધતા તેમને કહ્યું કે, કોંગ્રેસના લોકો અહીં આવે, ત્યારે તેમને પૂછો કે 1984ના રમખાણો થયા અને શીખ ભાઈઓ માર્યા ગયા ત્યારે કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું?

Top Stories India
નડ્ડા

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેને ધ્યાને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ભટિંડાના મૌર મંડીથી જાહેરસભાને સંબોધિત કરી હતી. જ્યા કોંગ્રેસ પર નિશાન સાધતા તેમને કહ્યું કે, કોંગ્રેસના લોકો અહીં આવે, ત્યારે તેમને પૂછો કે 1984ના રમખાણો થયા અને શીખ ભાઈઓ માર્યા ગયા ત્યારે કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું? જ્યારે એક મોટું વૃક્ષ પડે છે, ત્યારે પૃથ્વી હલી જાય છે. જ્યારે મોતનું નૃત્ય થયું, માનવ જાતિ શરમાઈ, શીખો બળી ગયા ત્યારે કોંગ્રેસે આ વાત કહી

આ પણ વાંચો: કોંગ્રેસ દ્વારા પ્રચાર પૂરજોશમાં, પ્રિયંકા ગાંધી કાનપુરમાં કરશે રોડ શો

તેમણે કહ્યું હતું કે, હરમંદિર સાહિબને ફોરેન કોન્ટ્રીબ્યુશન એક્ટની મંજૂરી મળી નહતી. દુનિયાભરના લોકો અહીં પ્રાર્થના કરવા અને દાન કરવા ઈચ્છતા હતા. પણ આ દાનને વિદેશી યોગદાન હેઠળ રેગ્યુલેશન કરવામાં આવ્યું ન હતું.

વડાપ્રધાન મોદીએ વિદેશી ફંડની મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે રીતે દેશને આગળ વધારી રહ્યા છે, તે પાકિસ્તાનને ક્યારેય પસંદ આવતુ નથી. દેશમાં પણ રાષ્ટ્રવિરોધી તાકાતો મોદીજીની આ તપસ્યાને ભંગ કરવામાં લાગેલી છે. શું તમે પણ આવા લોકોને મજબૂત કરશો, જે દેશ માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે?

જે.પી.નડ્ડાએ વધુમાં કહ્યું હતું કે, પંજાબમાં 132.8 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી થઈ છે. પંજાબમાં એક વર્ષમાં 23,000 કરોડની રેકોર્ડ એમએસપીની ખરીદી કરવામાં આવી છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. તેમને કહ્યું , ખેડૂતોના નામ પર રાજનીતિ કરનારા ઘણા લોકો છે પણ ખેડૂતો માટે જેટલુ કામ વડાપ્રધાન મોદીએ કર્યુ છે, એટલુ કોઈએ નથી કર્યુ.

આ પણ વાંચો:/ મુંબઈગરાઓ માટે સારા સમાચાર, આવતા મહિનાથી મેટ્રો 2A- મેટ્રો 7 શરૂ થશે

આ પણ વાંચો:વિદેશ મંત્રી જયશંકરની ફિલિપાઈન્સ મુલાકાત, તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાતચીત…