Bollywood/ અંતિમ સંસ્કાર માટે સેલેબ્સ પહોંચ્યા બપ્પી લાહિરીના ઘરે, ગુરુવારે થશે અંતિમ સંસ્કાર

બપ્પી લાહિરી ઓબ્સ્ટ્રકટીવ સ્લીપ એપનિયા  અને વારંવાર છાતીમાં ચેપથી પીડિત હતા. આ રોગથી પીડિત દર્દી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતો નથી.

Entertainment

પ્રખ્યાત ગાયક સંગીતકાર બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન થયું છે. તેમના મૃત્યુ બાદ પરિવારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે લાહિરીના અંતિમ સંસ્કાર 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. કારણ કે તેમના પુત્ર બાપ્પા લોસ એન્જલસમાં છે. તે આવતીકાલે સવાર સુધીમાં પહોંચી જશે, ત્યારબાદ જ બપ્પી લાહિરીને અંતિમ વિદાય આપવામાં આવશે. અહેવાલો અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે મંગળવારે મુંબઈની એક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, અજય દેવગન, અક્ષય કુમાર, અનુપમ ખેર સહિત અનેક મોટી હસ્તીઓએ બપ્પી લાહિરીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કાજોલ, તનુજા, અલકા યાજ્ઞિક, શરબાની મુખર્જી સહિત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો બપ્પી દાના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

આ પણ  વાંચો: Bollywood /બંગાળની સુપ્રસિદ્ધ ગાયિકા સંધ્યા મુખર્જીનું હાર્ટ એટેકથી થયું નિધન………..

બપ્પી  લાહિરી નો  જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનું નામ બપ્પી પરેશ લહેરી અને માતાનું નામ બંસરી લહેરી હતું. બપ્પીએ બંગાળી સિનેમામાં ગાવાનું શરૂ કર્યું, પરંતુ બોલિવૂડમાંથી ઓળખ મળી. તેઓ હિન્દી સિનેમામાં ડિસ્કો કિંગ તરીકે ઓળખાય છે. બપ્પી લાહિરીએ પણ 2014માં ભાજપમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સામે તેઓ હારી ગયા હતા.

બપ્પી લાહિરી ઓબ્સ્ટ્રકટીવ સ્લીપ એપનિયા  અને વારંવાર છાતીમાં ચેપથી પીડિત હતા. આ રોગથી પીડિત દર્દી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતો નથી. તમને જણાવી દઈએ કે બપ્પી લાહિરી 29 દિવસથી ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના મૃત્યુના એક દિવસ પહેલા 15 ફેબ્રુઆરીએ સાજા થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ ઘરે ફરી એકવાર તેમની તબિયત બગડતાં તેમને રાત્રે 11 વાગ્યે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાત્રે 11.45 વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું. જણાવી દઈએ કે બપ્પી લાહિરી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા.

આ પણ વાંચો:Case Against Sarma /આસામના સીએમ સરમા સામે નોંધાયો કેસ, રાહુલ ગાંધી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી…