Not Set/ 38 આરોપીઓની ફાંસીની સજા વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ જશે HC

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સ્પેશિયલ કોર્ટે સંભળાયેલા નિર્ણયને જમીયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અવિશ્વશનીય ગણાવતા કહ્યું…

Top Stories Ahmedabad Gujarat
ઉલેમા-એ-હિંદ

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સ્પેશિયલ કોર્ટે સંભળાયેલા નિર્ણયને જમીયત ઉલેમા-એ-હિંદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ અવિશ્વશનીય ગણાવતા કહ્યું કે, હવે આ કેસમાં જમીયત તેને આગળ લઈ જશે અને હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે.

મૌલાના અરશદ મદનીએ કહ્યું કે દેશના નામાંકિત વકીલો આ મામલે હાઈકોર્ટમાં બચાવ કરશે, અમને ખાતરી છે કે આમાં ન્યાય મળશે, તેમણે અક્ષરધામ મંદિર પર હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે નીચલી અદાલતે ત્રણ લોકોને ફાંસી આપી છે. ચાર લોકોને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

તેમનું કહેવું છે કે બોમ્બ બ્લાસ્ટ જેવા મોટા ભાગના ગંભીર મામલામાં નીચલી કોર્ટ કડક નિર્ણયો આપે છે, પરંતુ આરોપીઓને ઘણીવાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળે છે, મદનીએ કહ્યું કે જો જરૂર પડશે તો જમીયત આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે. .

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 દોષિતોને સજા

નોંધનીય છે કે ગુજરાતના અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના 49 દોષિતોને વિશેષ અદાલતે સજા સંભળાવી છે, જેમાંથી 38ને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે 11ને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં એક મોટો ખુલાસો એ પણ સામે આવ્યો છે કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને આ સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાવતરાખોરોના નિશાના પર હતા. તેમને મારી નાખવાનું કાવતરું પણ ઘડ્યું હતું.

ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર પણ ઘડવામાં આવ્યું હતું.

કોર્ટે આ કેસમાં દોષિતોને સજા સંભળાવ્યા બાદ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, અશાંતિ ફેલાવવા ઉપરાંત કાવતરાખોરોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર પણ ઘડ્યું હતું. 2010 માં, ગુજરાત પોલીસે આ કેસમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ખુલાસો થયો હતો કે ગુનેગારોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું પણ ઘડ્યું હતું, જેઓ હવે દેશના વડાપ્રધાન છે.

આ પણ વાંચો :સુરતમાં ફરી એકતરફી પ્રેમ કરૂણ અંજામ, પ્રેમમાં પાગલ યુવકે મહિલાના પતિની કરી હત્યા

આ પણ વાંચો :શ્રી ગોવર્ધનનાથજી હવેલીની જગ્યાને સ્વામીનારાયણ મંદિરને આપતા

આ પણ વાંચો :વડોદરાના એક જ પોલીસ સ્ટેશનના તમામ 87 પોલીસકર્મીઓની બદલી,જાણો વિગત

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આંગણવાડી તેમજ બાલમંદિર શરૂ થયા

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં જીનીંગ અને કપાસિયાના ગોડાઉન પર GST વિભાગની ટીમોએ પાડ્યા દરોડા