Gujarat/ તાલાલા શુગર મિલ શું ફરી શરૂ થશે ? શેરડીનું વાવેતર કરતા ખેડૂતો અસમ્ંજસમાં

કોડીનાર શુગર મિલના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયાએ બંધ પડેલી શુગર મિલને આગામી 2 વર્ષમાં ફરી એકવાર ધમધમતી કરવાની ખાત્રી આપી છે. શુગર મિલના ડિરેક્ટરો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે,

Top Stories Gujarat Others
  • ગીરના તલાલાની સુગર મિલની જમીનો કબજે કરાય
  • ત્રણ સુગર મિલનો કરોડોનો કર્જો છે બાકી
  • બેંક દ્વારા તલાલા સુગર મિલની જમીન કબજે કરાય
  • ચેરમેને ફરીથી મિલો શરૂ કરવાની આપી ખાત્રી
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચેરમેન કરશે મુલાકાત

ગીરના તાલાલા શુગર મિલની જમીનનો બેંકે કબ્જો લીધો તો બીજી તરફ કોડીનાર શુગર મિલ ફરી શરૂ કરવાની ખાતરી મિલના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયાએ આપી છે. આ ત્રણેય મીલો પર કરોડો રૂપિયાનો કરજો હોવાથી મીલો છેલ્લા કેટલાક વર્ષોથી બંધ છે. જેને કારણે શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ખુબજ નુકશાન ભોગવવું પડી રહ્યું છે.

ગીર સોમનાથ જીલ્લાના ખેડુતોની જીવાદોરી સમાન ગણાતી તાલાલા, ઉના અને કોડીનાર આ ત્રણેય શુગર મિલ છેલ્લા કેટલાય વર્ષોથી બંધ છે. ત્રણેય શુગર મિલ પર કરોડો રૂપિયાનો કરજો હોવાથી તાલાલા શુગર મિલને જૂનાગઢ સહકારી બેંકે નોટિસ ફટકારી હતી અને હવે બેંકે શુગર મિલ પર કાર્યવાહી કરી છે. તાલાલા શુગર મિલ પર સહકારી બેન્કના 10 કરોડ મુદ્દલ અને 9 કોરોડ વ્યાજ મળી લગભગ 19 કરોડનો કર્જો માત્ર સહકારી બેંકનો જ છે. બીજી તરફ કોડીનાર બંધ શુગર મિલને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોડીનારમાં મોટા ભાગે શેરડીનું વાવેતર કરવામાં આવે છે. બંધ શુગર મિલના કારણે ખેડૂતો રાબડામાં સસ્તા ભાવે શેરડી વહેંચવા મજબુર બન્યા છે.

તો બીજી બાજુ કોડીનાર શુગર મિલના ચેરમેન પ્રતાપસિંહ ડોડીયાએ બંધ પડેલી શુગર મિલને આગામી 2 વર્ષમાં ફરી એકવાર ધમધમતી કરવાની ખાત્રી આપી છે. શુગર મિલના ડિરેક્ટરો દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે, જેથી શુગર મિલના ડિરેક્ટરો આગામી દિવસોમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે. શુગર મિલને ફરી એકવાર ધમધમતી કરવા 15 કરોડનો ખર્ચ કરવાની ચેરમેને ખાત્રી આપી છે.

ઉલ્લેખનીય છે કે કોડીનાર શુગર મિલ બંધ થવાના કારણે રાબડાઓ ધમધમે છે અને ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ મળતા નથી. ત્યારે શુગર ફેકટરી ફરી શરૂ કરવા ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે. જેથી ખેડૂતોને શેરડીના પાકનું સારું વળતર મળી શકે.

TRAI Report / મુકેશ અંબાણીના Jioએ ડિસેમ્બરમાં પ્રતિદિન ગુમાવ્યા 4 લાખ ગ્રાહકો, આ છે સૌથી મોટું કારણ

Dysco / યુકેની નોકરી છોડી ક્રિશા શાહે ખોલી પોતાની કંપની, જાણો ટીના અંબાણીની વહુ શું કામ કરે છે