અમદાવાદ જિલ્લાની હદમાં સિંહ જોવા મળ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના વલ્લભીપુરમાં જોવા મળેલા સિંહનું લોકેશન બદલાયું છે. અમદાવાદ જિલ્લાના બાળિયારીના જંગલમાં સિંહ જોવા મળતા ખળભળાટ મચ્યો છે. વન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં બાળિયારીના જંગલ વિસ્તારમાં સિંહનું લોકેશન મળ્યું છે. આ સંદર્ભમાં ભાવનગર વન વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના વન વિભાગને લોકેશનની માહિતી આપવા ઉપરાંત એલર્ટ સંદેશો પણ આપી દેવાયો હતો.
જો કે ભાવનગર અને અમદાવાદની હદ માં આવી ચડેલા સિંહ દ્વારા હુમલાનો પ્રથમ બનાવ સામે આવ્યો હતો. અહીંના લોકોને સિંહ અંગે પુરતી માહિતી નહી હોવાથી તે પોતે પણ સિંહ જોઇને ગભરાય છે અને તેઓ ગભરાઇને કોઇ પણ હરકત કરે તો સિંહ પણ ગભરાય છે અને તેમના પર હૂમલો કરી બેસે છે. આ ભીતી વનવિભાગને પહેલાથી જ હતી. જેથી એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી.
જો કે જેની ભીતી હતી તે થયું. ભાવનગરના છેવાડે આવેલા જસવંતપૂરા અને ગુંદાળા ગામના જંગલ વિસ્તારમાં સિંહે હૂમલો કર્યો હતો. જસવંતપુરાના એક વ્યક્તિએ નજીકથી જોવાનો પ્રયાસ કરતા સિંહે હુમલો કર્યો હતો. જસવંતપુરા ગામના ખોડુભાઈ ચુડાસમા પર સિંહે હુમલો કર્યો હતો. વનવિભાગની વારંવાર સૂચના છતાં અમુક લોકો સિંહને નજીકથી જોવાનો મોહ છોડી નથી શકતા અને સિંહને નજીકથી જોવાની લ્હાયમાં નજીક ગયા હતા. જેના પગલે છંછેડાયેલા સિંહે હૂમલો કર્યો હતો. ખોડુભાઇ ચુડાસમા નામના વ્યક્તિને સમાન્ય ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો છે.
સિંહોનુ ગીરમાંથી પલાયન ?
સાસણ ગીરના સિંહોને જોવા મોટી સંખ્યામાં દેશ વિદેશના લોકો આવતા હોય છે. ત્યારે ગીર વિસ્તારમાં મોટેલ અને સફારી ફાર્મના નામે મોટી મોટી હોટલો બની રહી છે. ત્યારે પાછલા ઘણા સમયથી એશિયાટીક સિંહો ગીરની સીમાની બહાર નીકળી ગયા હોવાના અનેક કિસ્સાઓ જોવા હતા. રાજકોટ, ભાવનગર, અમરેલી જીલ્લાઓમાં સિંહોએ દેખા દીધાના અનેક બનાવો બન્યા છે. ત્યારે છેક અમદાવાદ જીલ્લાના ધોલેરા ભાલના બાવળીયારી ગામની સીમ તરફ સિંહ આવી પહોંચતા વન વિભાગે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જો કે સિંહોને જીપીએસની ડીઝીટલ સિસ્ટમથી સુરક્ષીત કરાયા હોવાથી લોકેશન મળી રહેતા લોકો અને સિંહોને સુરક્ષીત રાખવામાં સફળતા મળી રહી છે.
વન વિભાગની અપીલ ભાલ પંથકમાં ગીરના સાવજે દેખા દીધા બાદ સિંહને કોઇ નુકસાન ન થાય અને સિંહ માનવવસ્તી તરફ ન જાય તે માટે પગલા લેવાઇ રહયા છે. વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સિંહ કે કોઇ અન્ય વન્ય પ્રાણી દેખાય તો તેનાથી સુરક્ષીત દુરી રાખીને તરત જ વન વિભાગને જાણ કરી દેવી. વન્ય જીવો ને કોઇ પણ નુકસાન પહોંચાડવુ નહી.
આ પણ વાંચો : ગોધરાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, પરિવારજનોએ પરત લાવવા સરકારને કરી અપીલ
આ પણ વાંચો : ઉના ગીરગઢડા તાલુકામાં સરકારી આંગણવાડી કેન્દ્ર ન હોવાથી રૂ. ૧૫.૫૦ લાખ વાર્ષીક ભાડુ મકાન પાછળ ખર્ચાય છે
આ પણ વાંચો :યુક્રેનમાં ફસાયેલા 100 ગુજરાતી વિધાર્થીઓ આવતીકાલે ગુજરાત પરત ફરશે,જાણો વિગત
આ પણ વાંચો :દક્ષિણ ગુજરાતના 1 હજાર જેટલા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા,મેડિકલ અને એમબીએના વિધાર્થીઓ
