Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર ખાતે આજે એક મહત્વપૂર્ણ સંમેલન યોજાયું, જેમાં પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કર્યો. આ સંમેલનમાં દિનુભાઇ સોલંકીએ જીલ્લા કલેક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી અનુસાર, સોલંકીએ જાહેર મંચ પરથી કલેક્ટર અને તેના પુત્ર પર કરેલા આક્ષેપોથી ચર્ચાઓનો વહેવાર થયો. તેમણે જણાવ્યું કે, બંદરના કામો, બિનખેતી, સુજલામ સુફલામ, સિંચાઇ, સોલારકુકર જેવા મુદ્દાઓ પર કોઈ પ્રગતિ ન થતી હોવાથી લોકોને ન્યાય મળતી નથી.
આ અભિયાનના સંદર્ભમાં, સોલંકીએ જણાવ્યું કે, “આજથી અમે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારથી ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની શરૂઆત કરી છે. અમે તમામ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોને આ અભિયાનમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે.”
ઉલ્લેખનીય છે કે, હવે આ અભિયાન સમગ્ર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓ, જેમ કે વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ગીર-ગઢડા અને ઉના તાલુકામાં પણ વિસ્તૃત કરવામાં આવશે.
@ Ushaben Merwada
આ પણ વાંચો: જુનાગઢના તોરણીયા આશ્રમના શિષ્યાએ ગુરુ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
આ પણ વાંચો: સુરતમાં તબીબની બેદરકારીથી 30 વર્ષીય મહિલાનું મોત થયાનો પરિવારનો આક્ષેપ
