@પ્રફુલ્લ ત્રિવેદી
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટીડીયો, એન્જિનિયરિંગ, હેલ્થ, ટેક્સ સહિતના લગભગ તમામ ખાતાઓમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ભ્રષ્ટાચારથી અન્ય વિભાગો તો બાકાત નથી જ પણ આશ્વર્ય અને આઘાતની બાબત તો એ છે કે આ રેલો છે ક સ્મશાનગૃહોને લાકડાં પૂરા પાડનાર કોન્ટ્રાકટરો સુધી પહોંચ્યો છે. મૃતકદિઠ 4 મણ ઓછા લાકડાં વાપરીને વધુ નફો તારવી લેવાની પેરવી કરી છે. આ કોન્ટ્રાકટરોને ફટકારવામાં આવેલી નોટિસોને પણ તેઓ ઘોળીને પી ગયા છે. આ સમભાવ સેવા સંધ અને જય શ્રી કૃષ્ણ સેવ સંધ નામના કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત હેલ્થ કમિટી સમક્ષ આવી છે, જે વધુ વિચારણાની જરૂર હોવાનું જણાવી કમિટીએ અનિર્ણિત રાખી છે.
અમદાવાદમાં મ્યુનિ. સંચાલિત 24 સ્મશાન છે, તેમાંથી થલતેજનું સ્મશાન સીએનજી આધારિત છે, જ્યારે બાકીના 23 માં વપરાતા લાકડાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં મૃતદેહોની સ્મશાનનોમાં લાઇન લાગતી હતી. આવા સમયે સ્મશાનની એંગ્લોમાં ફેરફાર કરીને મૃતકદિઠ 12 મણના બદલે 8 મણ લાકડાં જ વાપરવામાં આવતા હતા. લાકડાં પૂરા પડતી બે સંસ્થાના કોન્ટ્રાકરો પૈકી એક સંસ્થા સત્તાધારી પક્ષના પૂર્વ કોર્પોરેટની છે, જ્યારે બાકીની સંસ્થા કોષ્ટી પિતા-પુત્રીની છે. આ બંનેએ બીજી એક-એક સંસ્થા રજીસ્ટર કરી રાખી છે, જેથી ટેન્ડર બદલાય ત્યારે સંસ્થાનું નામ બદલાઈ જાય. કોઈને વહેમ ના પડે કે આ એકની એક સંસ્થાને કોન્ટ્રાકર અપાય છે. બીજું એલ-1 સૌથી ઓછા ભાવે જેનું ટેન્ડર લાગે તેમાં એલ-2 વાળો સત્તાધારી પરક્ષના હોદ્દેદારો સુધી પહોંચીને અડઘો ભાગ લઈ લે!
મ્યુનિ. ના કોન્ટ્રાકટરો ટેન્ડર દીઠ ચૂંટણીફંડ આપતા હોવાથી તેમને સાચવી લેવાનો સિલસિલો વર્ષોથી ચાલે છે, જે કોઈ પ્રશ્ન સત્તામાં હોય, તેમણે ખોટું કરનાર કોન્ટ્રાકટરને છવારવાનો ના હોય. સત્તાધારી પક્ષ એટલે સત્તા પર આવે છે કે, લોકો તેમને ખોબે ને ખોબે મત આપતા હોય છે, જ્યારે કોન્ટ્રાકટર અને પ્રજાને થતાં અન્યની વાત આવે ત્યારે સત્તાધરી પક્ષ કોન્ટ્રાકટરની બાજુમાં ઊભો રહેતો હોય છે, આ બાબત સ્પષ્ટ રીતે પ્રજાદ્રોહ જ ગણાય.
અગાઉ, કોન્ટ્રાકટરો તેમની નિયત મુદતમાં કામગીરી પૂર્ણ કરી શક્યા ન હતા. આવા જ કોન્ટ્રાકટરોને નિયમ મુજબ મોટી પેનલ્ટી થઈ હતી. આવી ચાર દરખાસ્તોમાં સ્ટેન્ડિંગ કમિટીએ પેનલ્ટીથી રકમ નહિવત કરી નાખતા તે સમયના કમિશનરે આ દરખાસ્તો સરકારના શહેરીવિકાસ ખાતાને મોકલી હતી. જો કે, હંમેશાની જેમ ત્યાંથી કોઈ જવાબ જ આવ્યો ન હત! આ ઉદાહરણ બધે લાગુ પડે છે.
આ પણ વાંચો :સાવલીના માજી કોંગ્રેસ પ્રમુખના પુત્રનો મળ્યો મૃતદેહ, રહસ્યમય રીતે થયો હતો ગુમ
આ પણ વાંચો :રેલ્વે સ્ટેશન પર સદનસીબે ટળી મોટી દુર્ઘટના, એક વ્યક્તિ ટ્રેન નીચે આવતા બચ્યો
આ પણ વાંચો : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નિને આવ્યું કૉર્ટનું તેંડુ, 2018માં બની હતી આ ઘટના
આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો, 2 કરોડમાં ખરીદાયેલો આ દિગ્ગજ બેટ્સમેને IPLમાંથી પાછું ખેંચ્યું નામ
