Russia-Ukraine war/ સાત દિવસમાં 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું,આ સંખ્યામાં વધારો થઇ શકે છે..

એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં એટલે કે રશિયાના આક્રમણ બાદથી 10 લાખ લોકો યુક્રેન છોડીને પલાયન થઇ રહ્યા છે

Top Stories World

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુએન શરણાર્થી એજન્સીનું કહેવું છે કે એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં એટલે કે રશિયાના આક્રમણ બાદથી 10 લાખ લોકો યુક્રેન છોડીને પલાયન થઇ રહ્યા છે.યુએનએચસીઆરની ગણતરી મુજબ, એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં સ્થળાંતર કરનારા લોકોની આ સંખ્યા યુક્રેનની વસ્તીના 2 ટકા કરતાં વધુની સમકક્ષ છે. વિશ્વ બેંકે 2020 ના અંતમાં અહીંની વસ્તી 44 મિલિયન આંકી હતી.

યુએન એજન્સીએ આગાહી કરી હતી કે 4 મિલિયન લોકો આખરે યુક્રેન છોડી શકે છે,આ સંખ્યામાં વધારો થઇ શકે છે,એક ઈમેલમાં, યુએનએચસીઆરના પ્રવક્તા જોંગ-આહ ગેડિની-વિલિયમ્સે લખ્યું: “અમારો ડેટા સૂચવે છે કે અમે રાષ્ટ્રીય સત્તાવાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી ગણતરીઓના આધારે મધ્ય યુરોપમાં મધ્યરાત્રિ સુધીમાં 1 મિલિયનનો આંકડો પાર કરી લીધો છે”.શરણાર્થીઓ માટેના યુએન હાઈ કમિશનર ફિલિપો ગ્રાન્ડીએ ટ્વિટર પર લખ્યું: “માત્ર સાત દિવસમાં અમે 10 લાખ શરણાર્થીઓ યુક્રેનથી પડોશી દેશોમાં ભાગી ગયેલા જોયા છે.”

સીરિયા, જ્યાં 2011 માં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું, તે હાલમાં સૌથી વધુ શરણાર્થી આઉટફ્લો ધરાવતો દેશ છે – UNHCRના આંકડાઓ અનુસાર, 5.6 મિલિયનથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે.