Not Set/ રાજ્ય સરકારે કરી બે IASની બદલી,જાણો વિગત

રાજ્યના બે આઇએએસની બદલી કરી દેવામાં આવી છે. મુકેશ પુરી અને મનીષ ભારદ્રાજની બદલી કરવાના આદેશ સરકારે આપ્યા છે, 

Top Stories Gujarat
  • રાજ્યના બે IAS ની બદલી
  • મુકેશ પુરી અને મનીષ ભારદ્વાજની બદલી
  • મુકેશ પુરીને કૃષિ વિભાગના ACS બનાવાયા
  • મુકેશ પુરીને GSFC નો વધારાનો ચાર્જ પણ સોંપાયો
  • મનીષ ભારદ્વાજ બન્યાં કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી

ગુજરાતમાં ચૂંટણી પહેલા જ અનેક આઇપીએસ અને આઇએસની બદલી કરવાનો દોર યથાવત છે છેલ્લા બે મહિનાથી ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે. હાલ ભૂપેન્દ્ર પટેલની સરકાર અધિકારીઓની બદલી કરી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે ચૂંટણીની તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના બે આઇએએસની બદલી કરી દેવામાં આવી છે. મુકેશ પુરી અને મનીષ ભારદ્રાજની બદલી કરવાના આદેશ સરકારે આપ્યા છે,

આઇએસ મુકેશ પુરીને કૃષિ વિભાગના ACS બનાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત વધારાનો ચાર્જ પણ GSFCનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે, આ સાથે આઇએએસ મનીષ ભારદ્રાજને કલ્પસર વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.