Not Set/ રાજ્યમાં કોરોનાના નવા 55 કેસ,એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 55 કેસ સામે આવ્યા છે,

Top Stories Gujarat
  • ગુજરાતમાં કોરોનાના નવા 55 કેસ
  • રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત
  • અમદાવાદમાં 25,વડોદરામાં 7 કેસ
  • રાજકોટમાં 2, સુરતમાં 1 નવા કેસ
  • ગાંધીનગરમાં 3 કેસ, પંચમહાલમાં 1 કેસ નોંધાયો

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા કેસમાં ફરી સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 55 કેસ સામે આવ્યા છે, તો એક દિવસ પહેલાં રાજ્યમાં 43 કેસ સામે આવ્યા હતા. કોરોનાને લીધે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 151 લોકો સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10938 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 11 હજાર 706 લોકો સાજા થઈ ગયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 26 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 10, ગાંધીનગરમાં 3, ભરૂચમાં બે, રાજકોટમાં 4, તાપીમાં બે, બનાસકાંઠા, ડાંગ, મહેસાણા, પંચમહાલમાં એક-એક અને સુરતમાં બે કેસ નોંધાયા છે. તો દાહોદમાં એક વ્યક્તિનું નિધન થયું છે.