પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબનાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને બેઠકો પરથી હારી ગયા છે. હવે પંજાબના ડેપ્યુટી સીએમ ઓપી સોનીની પણ હાર થઈ છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને જનતાએ આપ્યો જાકારો, બંને સીટો પરથી ચૂંટણી હારી ગયા
જણાવી દઈએ કે પંજાબના ડેપ્યુટી સીએમ ઓપી સોની પણ હારી ગયા છે.તેમને અમૃતસર સેન્ટ્રલ સીટ પરથી આમ આદમી પાર્ટીના ડો. અજય ગુપ્તા પાસેથી કારમી હાર મળી છે. તેમણે AAP ઉમેદવારમાં નાયબ મુખ્યમંત્રી ઓમપ્રકાશ સોનીને 14026 મતોથી હરાવ્યા છે. નોંધનીય છે કે, આ બેઠક કોંગ્રેસની ખૂબ જ સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી, પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો છે.
ચરણજીત સિંહ ચન્નીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીને કરારી હારનો સામનો કરવો પડ્યો છે એમ કહેવું ખોટું નહીં હોય. કોંગ્રેસ પાર્ટી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 78 બેઠકો જીતવામાં સફળ રહી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી માત્ર 17 બેઠકો સુધી જ સીમિત રહી છે.
ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત તરફ આગળ વધી છે. આમ આદમી પાર્ટી 90 સીટો જીતતી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીની લહેર સામે કેપ્ટન અમરિંદર સિંહ અને પ્રકાશ સિંહ બાદલ જેવા દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી હારી ગયા છે.
આ પણ વાંચો:જો એક ગામની આ સ્થિતિ છે તો આખા રાજ્યમાં શું સ્થિતિ હશે? : ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:/ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ‘NET’નું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી તપાસો
