Gujarat Weather/ ગુજરાતમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે, ચામડી દઝાડતી પડી શકે ગરમી

રાજયમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ રહી છે.પવનની અનિયમિત દિશાના કારણે હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે.

Gujarat Others
રાજ્યમાં
  • રાજ્યમાં ચાર દિવસ ગરમીનો પારો ઉચકાશે
  • ગરમીનો પારો 40 ડિગ્રી પાર જવાની શક્યતા
  • આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ
  • મંગળવાર અને બુધવારે યલો એલર્ટ જાહેર
  • રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ રહી છે.પવનની અનિયમિત દિશાના કારણે હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધી શકે છે.એટલે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે.જો કે, આજે અને આવતી કાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે મંગળવાર અને બુધવારે યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે. ગરમીનો પારો 40 ડીગ્રી સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માઝા મુકી છે. ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડીયે એટલે કે 10-16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઉંચો ચડવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારને ભૂજ, નલિયા, કંડલા એરપોર્ટ, પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ અને વલસાડ સહિતના 10 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં ત્રણ આપઘાતની ઘટના બની, કારણ જાણીને રહી જશો દંગ

આ પણ વાંચો :ધોળકામાં 15 વર્ષની સગીરા પર 8 નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો :  દહેગામમાં પીએમ મોદીની સુરક્ષામાં શું થઈ ચુક? સામે આવ્યો આ વીડિયો

આ પણ વાંચો : PM મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, અહીં જાણો સમગ્ર કાર્યક્રમની વિગત