ભાવવધારો/ ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવ આસમાને,જાણો કેટલો થયો ભાવ વધારો

દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે,ખાવા પીવાથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ ખુબ ઝડપી વધી રહ્યા છે જેના લીધે સામાન્ય લોકોનો બજેટ ખોરવાયું છે

Top Stories Gujarat

દેશમાં મોઘવારીએ માઝા મૂકી છે,ખાવા પીવાથી માંડીને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ ખુબ ઝડપી વધી રહ્યા છે જેના લીધે સામાન્ય લોકોનો બજેટ ખોરવાયું છે. હવેઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાને પહોંચવા સાથે છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થયો છે. આને લઈને લીંબુના વેચાણમાં વધારો થયો છે.

લીંબુમાં રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું વિટામીન સી હોવાથી ઉનાળામાં તેની માગમાં વધારો જોવા મળે છે. સામાન્ય દિવસોમાં 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 40થી 50 હોય છે. પરંતુ અત્યારે તે રૂપિયા 120થી 140માં વેચાય છે. ઉનાળાના સમયમાં લોકો વધારે લીંબુ પાણી પીતા હોય છે. જેને લઇને દર વર્ષે ઉનાળો આવતા લીંબુના ભાવમાં વધારો થતો હોય છે.

લીંબુ શરીરને વીટામીન સીની સાથે જરૂરી એનર્જી પૂરી પાડે છે. લીંબુના સેવનથી લોબીપી થતું અટકે છે. અને શરીરને પણ જરૂરી શક્તિ મળી રહે છે. કોરોના મહામારી શરૂ થઈ હતી ત્યારથી ડોક્ટરો લોકોને ઇન્ફેક્શનથી બચવા માટે વધારે પ્રમાણમાં લીંબુનું શરબત પીવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળામાં લીંબુનું પાણી પણ મનપસંદ બની જાય છે. આ બધા કારણે લીંબુની માંગમાં વધારો થાય છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ ઓછી માત્રામાં છે અને લીંબુની માગ વધારે છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં લીંબુનો ભાવ આસમાને છે તો આવનાર દિવસોમાં ભાવ રેકોર્ડ  કરશે તેવી પુરી સંભાવના છે.