ભારતીય ફિલ્મ ઉદ્યોગને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. લોકપ્રિય અભિનેતા-દિગ્દર્શક અને કલાકાર આમિર રઝા હુસૈનનું 66 વર્ષની વયે નિધન થયું છે. તેઓ તાજેતરમાં તેમના દિલ્હીના ઘરે હતા, જ્યાં તેમને 3 જૂન, શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા-દિગ્દર્શક પોતાની પાછળ પત્ની વિરાટ તલવાર અને બે પુત્રોને છોડી ગયા છે. આ સમાચાર સાથે ફરી એકવાર ફિલ્મી દુનિયામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
‘કારગિલ’ અને ‘લેજેન્ડ્સ ઓફ રામ’ જેવા મેગા શો માટે જાણીતા થિયેટર ડિરેક્ટર આમિર રઝા હુસૈનનું શનિવારે અવસાન થયું હતું. તેમનો જન્મ લખનૌમાં મુમતાઝ હુસૈન અને કનીઝ મેહિદાને ત્યાં થયો હતો. હુસૈન તેમનું એકમાત્ર સંતાન હતો. તેના જન્મ બાદ માતા-પિતા દિલ્હી આવી ગયા હતા. તે બાદ તેમના છૂટાછેડા થઇ ગયા હતા. હુસૈનનું શાળાકીય શિક્ષણ દિલ્હીમાં થયું હતું. આ પછી તેમને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તે દરમિયાન તેઓ કોલેજના ડ્રામામાં ભાગ લીધો હતો. એટલું જ નહીં તેમને જોય માઈકલ, બેરી જોન અને માર્કસ મર્ચ જેવા દિગ્દર્શકો સાથે પણ કામ કર્યું હતું.
![]()
આમિર રઝાએ પીએમ મોદીની ટીકા કરી હતી
આમિર રઝા હુસૈન એક સમયે ભાજપના સભ્ય પણ રહી ચુક્યા હતા. તેમને દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કર્યા બાદ જુલાઈ 2013માં રાજીનામું આપ્યું હતું. થિયેટરમાં તેમના યોગદાન બદલ, તેમને સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના લગ્ન 1993માં વિરાટ તલવાર સાથે થયા હતા. વિરાટ તલવાર એ અભિનેત્રી હતી. તેઓ 1987 માં મળ્યા હતા. તે લેડી શ્રી રામ કોલેજમાં અભ્યાસ કરતી હતી. લગ્ન પછી, તેમને બે પુત્રો હતા, અનીઝ સુકૈના અને ગુલામ અલી અબ્બાસ.
આમિર રઝાની છેલ્લી ફિલ્મ
આમિર હુસૈન રઝાએ ‘બાહુબલી’, ‘RRR’ અને આગામી ફિલ્મ ‘આદિપુરુષ’માં પોતાની ક્રિએટિવિટી બતાવી હતી. આટલું જ નહીં, તેમને ‘ધ ફિફ્ટી ડેડ વોર’માં કારગીલની કહાનીને ખૂબ સારી રીતે રજૂ કરી હતી. આમિર હુસૈનની છેલ્લી ફિલ્મ ‘ખુબસૂરત’ હતી જે 2014માં રિલીઝ થઈ હતી. જેમાં સોનમ કપૂર અને ફવાદે અભિનય કર્યો હતો.
આ પણ વાંચો : નિધન/સાઉથ એક્ટર હરીશ પેંગનનું લાંબી માંદગી બાદ નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીન માહોલ
આ પણ વાંચો :અવસાન/‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના જજ અનુપમ મિત્તલના પિતાનું નિધન
આ પણ વાંચો :અવસાન/‘શાર્ક ટેન્ક ઈન્ડિયા’ના જજ અનુપમ મિત્તલના પિતાનું નિધન
આ પણ વાંચો : Stevenson-dead/થોર અભિનેતા નું અવસાન, 2 દિવસ પછી હતો જન્મદિવસ, RRRના દિગ્દર્શકે કર્યો શોક વ્યક્ત
આ પણ વાંચો : બંગાળી સેલિબ્રિટીનું અવસાન/બંગાળી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર, 29 વર્ષની પ્રખ્યાત બંગાળી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં મોત

