દેશમાં કોરોના સમાપ્તી તરફ છે,પરતું કેન્દ્ર સરકારે કોરોનાની જંગમાં પાછીપાની કરવા તૈયાર નથી તેથી સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણ માટે સક્રીય છે, આજે સમગ્ર દેશમાં બાળકોને રસી મુકવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ પુરજેશમાં રસીકરણનો કાર્યક્રમનો આરંભ થઇ ગયો છે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના રસીકરણના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો હતો. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત 12 થી 14 વર્ષની વયના 22.63લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે.
રાજ્યમાં આ કામગીરી આશરે 2000 થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500 થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં તા.16 જાન્યુઆરી-2021 થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. તબક્કાવાર વય જૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈ કોરોના સામે રક્ષણ આપવાનું મહા અભિયાન દેશમાં તેમના નેતૃત્વમાં સફળતાપૂર્વક આગળ વધ્યું છે. ભારત સરકાર
