West Bengal/ કેન્દ્રીય તપાસ એજન્સીઓના ‘દુરુપયોગ’, મમતા બેનર્જીએ વિપક્ષની બેઠક બોલાવી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

Top Stories India
Mamata

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ભગવા પાર્ટીનો સામનો કરવા માટે એક થવાનું કહ્યું છે. જેમને પત્રો લખ્યા છે તેમાં ભાજપના કોઈ નેતાનો સમાવેશ નથી. તેમણે કેન્દ્રીય એજન્સીઓ પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવતી બેઠક બોલાવી છે.

આ પણ વાંચો:નેહરુ મ્યુઝિયમનું નામ પણ બદલાયું, હવે PM મ્યુઝિયમ તરીકે ઓળખાશે, PM મોદી કરશે ઉદ્ઘાટન

બંગાળના સીએમએ પત્રમાં લખ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને આવકવેરા વિભાગ જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ બદલો લેવા માટે દેશભરમાં રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા, હેરાન કરવા અને કોર્નર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેથી “આપણે બધાએ મળીને ભાજપને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરતા અટકાવવો જોઈએ, જ્યારે ચૂંટણી નજીક છે, ત્યારે કેન્દ્રીય એજન્સીઓ એક્શનમાં આવે છે.

આ પત્રમાં મમતા બેનર્જીએ લખ્યું છે કે મને ન્યાયતંત્ર માટે સર્વોચ્ચ સન્માન છે. પરંતુ હાલમાં કેટલાક પક્ષપાતી રાજકીય હસ્તક્ષેપના કારણે લોકોને ન્યાય નથી મળી રહ્યો જે આપણી લોકશાહી માટે ખતરનાક છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં ન્યાયતંત્ર, મીડિયા અને જનતા મહત્વના સ્તંભો છે અને જો કોઈ ભાગ ખોરવાઈ જાય તો આખી વ્યવસ્થા પડી ભાંગે છે.

આ પત્રમાં મમતા બેનર્જીએ તમામ રાજ્યોના સીએમને લખ્યું છે કે, “હું વિનંતી કરું છું કે આપણે બધાને આગળના માર્ગ પર ચર્ચા કરવા માટે બધાની સુવિધા અનુસાર એક જગ્યાએ એક બેઠક માટે ભેગા થઈએ. આ દેશની જરૂરિયાત છે. તમામ પ્રગતિશીલ દળોએ એકસાથે આવીને આ દમનકારી શક્તિ સામે લડવાની ઘડી. મમતા બેનર્જીએ દેશભરના તમામ વિપક્ષી નેતાઓ અને વિપક્ષના મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ વિનંતી કરી છે.

આ પણ વાંચો:માયાવતીએ ભાજપ અને સપા પર આકરા પ્રહારો કર્યા, કહ્યું, તેમણે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોર્યો

આ પણ વાંચો:મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય , કોરોનાકાળમાં લોકડાઉન ઉલ્લંઘનના તમામ કેસો પાછા ખેંચી લેશે