જેગલમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબુમા લઇ લેવામાં આી છે, આખરે 90 કલાક બાદ અલવરના સરિસ્કામાં ફેલાયેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ સમગ્ર ઘટનામાં વન વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. જ્યારે જંગલ સળગવા લાગ્યું, તે દરમિયાન જવાબદાર અધિકારીઓ વીઆઈપીની મહેમાનગતિમાં વ્યસ્ત હતા. જેના કારણે રવિવારે સાંજે લાગેલી આગ ત્રણ દિવસ સુધી સતત ભભૂકી રહી હતી.
મોડી સાંજે એરફોર્સની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યાં સુધીમાં 700 હેક્ટર જંગલનો વિસ્તાર નાશ પામ્યો હતો. સદનસીબે, આગને કારણે સરિસ્કા ટાઈગર રિઝર્વના પ્રાણીઓને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. ઉલ્લેખનીય છે કે સરિસ્કામાં ફાટી નીકળેલી આગ કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું .
સરિસ્કાના જંગલમાં રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન જાણવા મળ્યું કે સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર સફારી પર હતી. આના પર અધિકારીઓએ આગની માહિતીની અવગણના કરી અને વીઆઈપીનું સ્વાગત કરવાનું શરૂ કર્યું. અલવર ફોરેસ્ટ કન્ઝર્વેટર આરએન મીના બધું ભૂલીને અંજલિ તેંડુલકરના ડ્રાઈવર બન્યા અને તેમને સફારી ટૂર પર લઈ ગયા. બીજી તરફ આગ સતત ફેલાઈ રહી હતી. પહેલા જ દિવસે આગએ 10 કિમીના વિસ્તારને લપેટમાં લીધો હતો. ધીરે ધીરે આગ વધુ વિકરાળ બનતી ગઈ અને 50 કલાક પછી તે 20 કિમીના વિસ્તારમાં ફેલાઈ ગઈ.
સરિસ્કામાં લાગેલી આગ અધિકારીઓની બેદરકારીના કારણે વિકટ બની રહી છે. આ આગ જ્યાં વાઘ રહે છે તે તરફ આગળ વધી રહી હતી. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓના હાથ-પગ ફૂલી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે મંગળવારે એરફોર્સની મદદ લેવામાં આવી હતી. સૈન્યના બે હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને ચાર્જ સંભાળ્યો અને આગ પર પાણી રેડ્યું. ભારે જહેમત બાદ બુધવારે સાંજે આગ પર કાબુ મેળવ્યો હતો
