MOU/ કચ્છ-ભૂજમાં સ્થપાશે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ

ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે પ્લાન્ટની સ્થાપના માટેના MOU થયા છે. ૧૦ હજાર જેટલા લોકોને રોજગારી મળશે.

Top Stories Business
MOU

રાજયમાં હવે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ કચ્છ ભૂજમાં સ્થપાશે. ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટની સ્થાપના માટેના એમ.ઓ.યુ. ( MOU )થયા છે. જે ( MOU ) હેઠળ  રૂ. ૧૦૮૦૦ કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરાશે તેવા કરાર થયા છે. ૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એમ.ઓ.યુ મંગળવારે કરવામાં આવ્યા હતા.

મળતી વિગત અનુસાર ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ પોતાના આ ૬૪પ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. એટલું જ નહિ, ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઊભી કરવાના છે. ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. હિમાંશુ પટેલે આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરી એમ.ઓ.યુ પરસ્પર આદાન-પ્રદાન કર્યા હતા.

ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એ યુ.એસ.એ બેઇઝડ કંપની છે. લિથીયમ બેટરી સેલ અને ઇલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે. યુ.એસ.એમાં ટ્રિટોન દ્વારા ઇલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઇલેકટ્રીક વ્હીકલ અને ઇલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે.

આ એમ.ઓ.યુ સાઇનીંગ વેળાએ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : અહમદ પટેલના પુત્ર ફૈઝલના ટ્વિટ પર પ્રદેશ કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, કહ્યું-આવી કોઇ માહિતી…

આ પણ વાંચો :દિલ્હીમાં ગરમીથી કોઈ રાહત નહીં મળે, હવામાન વિભાગે એપ્રિલને લઈને આ આગાહી આપી

આ પણ વાંચો :અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરનું  થયું બ્રેકઅપ, બંને 3 વર્ષથી કરી રહ્યા હતા ડેટ!

આ પણ વાંચો :ખોડલધામ નરેશ પટેલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું કઈંક ખાસ…