Junagadh News/ VIP કલ્ચર પર પ્રતિબંધ છતાં જયરાજ આહિરની બસ ભવનાથ પહોંચતા વિવાદ

ગિરનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મીની કુંભ મેળામાં VIP કલ્ચર પર પ્રતિબંધ હોવા છતાં ખાનગી બસ પ્રવેશનો વિવાદ સામે આવ્યો છે. લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરના (Jayraj Ahir) નામ સાથે જોડાયેલી ઘટનાને લઈને વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

Gujarat Top Stories Others
, Jayraj Ahir, VIP controversy

ગિરનારની પાવન ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મીની કુંભ મેળામાં આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા VIP કલ્ચરને સંપૂર્ણપણે દૂર રાખવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ તમામ નિયમોને અવગણીને લોકપ્રિય લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર (Jayraj Ahir) ખાનગી બસ લઈને મેળાના પ્રતિબંધિત વિસ્તારમાં પહોંચ્યા હોવાનો વિવાદ ઉભો થયો છે.

જયરાજ આહિર (Jayraj Ahir) બસ લઈને મિત્રો સાથે પહોંચ્યો

લાખો ભાવિકો કિલોમીટરો સુધી પગપાળા ચાલીને ભગવાન શિવના દર્શન માટે આવી રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રમંડળ સાથે ખાનગી બસમાં સીધા ભવનાથ તળેટીમાં પહોંચ્યા હોવાની ઘટના ચર્ચામાં આવી છે. મામલો ગરમાતાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

મેળાના ક્ષેત્રમાં વાહનો લઈ જવા પર પ્રતિબંધ

આ વર્ષે મેળામાં ટ્રાફિક ભીડ ન સર્જાય અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટ, મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. જેમાં કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Jayraj Ahir

માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ બસ વ્યવસ્થા

પોલીસ દ્વારા અગાઉ આપવામાં આવતા વાહન પ્રવેશ પાસ પણ આ વર્ષે સંપૂર્ણપણે રદ કરાયા હતા. માત્ર ફરજ પરના કર્મચારીઓ માટે ગિરનાર દરવાજાથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કર્મચારીઓ સરળતાથી આવન-જાવન કરી શકે.

કડક વ્યવસ્થા છતાં બસ જૂના અખાડા સુધી પહોંચી

આટલી કડક વ્યવસ્થા છતાં ખાનગી બસ જૂના અખાડા સુધી કેવી રીતે પહોંચી તે મોટો પ્રશ્ન ઊભો થયો છે. રસ્તામાં આવેલી ચેકપોસ્ટ પર કોઈ કાર્યવાહી કેમ ન થઈ તે બાબતે શહેરમાં ચર્ચા ચાલી રહી છે.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જયરાજ આહિર અને તેમના મિત્રો રાત્રિના સમયે ભવનાથ વિસ્તારમાં ખાનગી બસ સાથે જોવા મળ્યા હતા. વીડિયો સામે આવતા જ લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. એક તરફ ભાવિકો પગપાળા ચાલે છે અને બીજી તરફ વગદાર લોકો બસ લઈને પ્રવેશ કરે છે, જેને લઈને લોકોમાં ભારે નારાજગી છે.

Jayraj Ahir, VIP controversy, private bus
Jayraj Ahir, VIP controversy, private bus

મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન નથી

વિવાદ અંગે કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું કે, “મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન નથી. આ ઘટનાની માહિતી મળતાં જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી ખાનગી બસ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કાર્યવાહી થશે.”

સ્થાનિક લોકોનું માનવું છે કે વાહન પ્રતિબંધનો નિર્ણય પ્રશંસનીય છે, જેના કારણે ભીડ અને અવાજમાં ઘટાડો થયો છે. પરંતુ આવા VIP કિસ્સાઓથી શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચે છે. હવે જોવાનું એ રહેશે કે તપાસ બાદ તંત્ર કડક પગલાં ભરે છે કે પછી મામલો દબાઈ જશે.


આ પણ વાંચો:બગદાણા ચકચારી કેસમાં જયરાજ આહીર સહિત 6 આરોપીઓને મહુવા કોર્ટે જામીન મંજૂર

આ પણ વાંચો:બગદાણા નવનીત બાલધીયા મારપીટ કેસ: જયરાજ આહિરને SITનું તેડું

આ પણ વાંચો:બગદાણા હુમલા કેસમાં જયરાજ આહિરની ધરપકડ બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા