IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત પ્રથમ મેચમાં હાર સાથે થઈ હતી. પરંતુ તે પછી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને સતત બે મેચ જીતી. RCBએ તાજેતરમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. આ મેચમાં ટીમના અનુભવી ખેલાડી દિનેશ કાર્તિકે ફિનિશરની ભૂમિકા ભજવીને ટીમને જીત અપાવી હતી. RCBની જીત બાદ ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી.
RCBએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કર્યો છે. આમાં તમામ ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓ ગીત ગાતા જોવા મળે છે. રાજસ્થાન સામેની જીત બાદ આરસીબીની આખી ટીમે અનોખી રીતે ઉજવણી કરી હતી. આ વીડિયો પર ફેન્સ અનેક પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
RR v RCB: Dressing Room Celebrations
A special victory song, appreciation for DK & Shahbaz, a happy captain & his confident troop – we bring to you all the reactions from the dressing room after RCB’s nail-biting win against RR, on Game Day.#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/R5ne8BCBsa
— Royal Challengers Bangalore (@RCBTweets) April 6, 2022
ઉલ્લેખનીય છે કે આરસીબીને પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ આ મેચ 5 વિકેટે હારી ગઈ હતી. આમાં આરસીબીનો મોટો સ્કોર બનાવવા છતાં પરાજય થયો હતો. આ પછી બેંગ્લોરે કોલકાતાને 3 વિકેટે હરાવ્યું હતું. RCBનો રાજસ્થાન પર 4 વિકેટે વિજય થયો હતો. હવે ટીમની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. આ મેચ 9મી એપ્રિલે રમાશે.
