જમ્મુ-કાશ્મીર/ સુરક્ષા દળના જવાનોએ જમ્મુ અને કાશ્મીરમાં વર્ષ  2022માં 45 આતંકવાદીઓ ઠાર માર્યા

 આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 45 આતંકવાદીઓ માર્યા ગયા છે

Top Stories India

જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સુરક્ષા દળોના જવાનો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર છે. આ વર્ષે 45 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 45 આતંકવાદીઓ માર્યા ગયા છે

છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા બહારના લોકો પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. તાજેતરમાં જ એક કાશ્મીરી પંડિત પર પણ હુમલો થયો હતો. ઘાટીમાં બાકી રહેલા થોડા આતંકવાદીઓ સામાન્ય લોકો પર હુમલાને લઈને પોતાની હાજરી બતાવી રહ્યા છે. દરમિયાન, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો ખીણમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે.

સુરક્ષા દળો પસંદગીપૂર્વક આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. પરિણામે 2022માં અત્યાર સુધીમાં 45 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે શનિવારે આ માહિતી આપી હતી. વિજય કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 45 આતંકવાદીઓ માર્યા ગયા છે.

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર માર્યા ગયા
શનિવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના સિરહામા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT) કમાન્ડર માર્યો ગયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. અનંતનાગમાં કુલગામના લશ્કરના એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. અમારી પાસે કુલગામમાં એક સ્થાનિક આતંકવાદી અને એક પાકિસ્તાની આતંકવાદી હોવાની માહિતી છે. ઓપરેશન ચાલુ રહે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા લશ્કર કમાન્ડરની ઓળખ નિસાર ડાર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે અનંતનાગના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. શનિવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અનંતનાગના સિરહામા વિસ્તારમાં હજુ પણ સર્ચ ચાલુ છે.

4 એપ્રિલે કાશ્મીરી પંડિતને આતંકવાદીઓએ ગોળી મારી હતી
ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી હતી. સોનુ કુમાર નામનો કાશ્મીરી પંડિત તેની દુકાન પર બેઠો હતો ત્યારે આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો, તેમને ત્રણ ગોળી વાગી હતી. તેમને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.