wishes/ દીપિકા પાદુકોણે રણબીર-આલિયાને લગ્ન માટે શુભેચ્છા પાઠવી, જાણો શું કહ્યું,…

રણબીર આલિયાનાં લગ્ન થઈ ગયા છે અને નવપરિણીત યુગલની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પહેલા તો ચાહકો આલિયા અને રણબીરની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા,

Trending Entertainment

રણબીર આલિયાનાં લગ્ન થઈ ગયા છે અને નવપરિણીત યુગલની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. પહેલા તો ચાહકો આલિયા અને રણબીરની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જેવો બંને બહાર આવ્યા કે તરત જ બંનેના ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયા. આલિયા ભટ્ટે પણ લગ્ન પછી તરત જ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અપલોડ કરી હતી. જેના પર ફેન્સ તેમજ સેલેબ્સ કોમેન્ટ કરતા થાકતા નથી.

https://www.instagram.com/p/CcVXto2sydQ/?utm_source=ig_embed&ig_rid=3162ae62-2772-4ba5-a0d5-e8d637c65e54

આ કપલની તસવીરો વાયરલ થતાં જ સેલેબ્સ અને ફેન્સ તરફથી અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. દીપિકા પાદુકોણ તરફથી એક ટિપ્પણી આવી છે – દીપિકા લખે છે – તમારા બંને વચ્ચે જીવનભર પ્રેમ, પ્રકાશ અને ખુશી રહે. દીપિકાની સાથે અનિલ કપૂર પણ અભિનંદન પાઠવે છે. તેઓ કહે છે , સુખી લગ્ન. નવા ક્લબમાં આપનું સ્વાગત છે. આ સાથે સોનુ સૂદ, દિયા મિર્ઝા, નેહા ધૂપિયા, મૌની રોય, ગૌહર ખાન સહિત ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.

દિપીકા

આપને જણાવી દઈએ કે બંનેના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. એવી અપેક્ષા છે કે કપલ ટૂંક સમયમાં તેમના હનીમૂન માટે પણ રવાના થશે. હાલમાં, કપૂર પરિવાર બંનેના લગ્નથી ખૂબ જ ખુશ છે અને નીતુ કપૂર પણ તેની વહુ આલિયાના વખાણ કરતાં થાકતી નથી. તાજેતરમાં નીતુનો વીડિયો પણ જોરદાર વાયરલ થયો હતો.