હુમલો/ કર્ણાટકના હુબલી પોલીસ સ્ટેશન પર ટોળાએ કર્યો પથ્થરમારો,4 પોલીસકર્મીઓ ઘાયલ

કર્ણાટકના હુબલીમાં ઓલ્ડ હુબલી પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે

Top Stories India

કર્ણાટકના હુબલીમાં ઓલ્ડ હુબલી પોલીસ સ્ટેશન પર ટોળા દ્વારા પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ઈન્સ્પેક્ટર સહિત 4 પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસ કમિશનર લાભુરામે કહ્યું કે સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

 

 

ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પશ્ચિમ જિલ્લાના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા અને પથ્થરમારામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે હિંસામાં ઘાયલ થયેલા લોકોને જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.