સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી રસ્તાની વચ્ચે હંગામો મચાવતા ડિલિવરી બોયને માર મારતી જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈએ ડિલિવરી બોયને બચાવવાનો પ્રયાસ ન કર્યો, પરંતુ લોકો તમાશો જોતા જ રહ્યા. હાલમાં આ મામલો સોશિયલ મીડિયા પર છવાયેલો છે અને આ વીડિયોને જોઈને યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયો મધ્યપ્રદેશના જબલપુરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક છોકરી ડિલિવરી બોયને ચપ્પલ વડે માર મારી રહી છે. રિપોર્ટ અનુસાર રસેલ ચોક પાસે ડિલિવરી બોયની બાઇક તેની સ્કૂટી સાથે અથડાઈ હતી. જેના કારણે યુવતીને સામાન્ય ઈજા થઈ હતી. યુવતી ગુસ્સામાં આવી ગઈ અને ડિલિવરી બોયને જાહેરમાં મારવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ યુવતીને રોકવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેણે કોઈની વાત ન માની. પહેલા છોકરીએ ડિલિવરી બોયને ચપ્પલ વડે માર માર્યો અને પછી તેના પગથી મારવા લાગી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા.
તો પહેલા જુઓ વીડિયો…
#MadhyaPradesh: A girl beat up a biker with shoes near Russel Chowk of #Jabalpur district on Thursday evening after the youth arrived from wrong side and collided with her scooty.@fpjindia Video pic.twitter.com/ix9W7Kr5cE
— Siraj Noorani (@sirajnoorani) April 15, 2022
યુવતીનો આ હાઈવોલ્ટેજ ડ્રામા થોડો સમય ચાલ્યો હતો. સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે કે ઘટના બની ત્યારે છોકરી ફોન પર વાત કરી રહી હતી. જો કે આ છોકરી કોણ છે તેની ઓળખ હજુ થઈ શકી નથી. કોઈએ આ આખો મામલો કેમેરામાં કેદ કરી લીધો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં ઓમતી પોલીસ સ્ટેશનના પ્રભારી એસપીએસ બઘેલનું કહેવું છે કે અમને હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ, આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનાં નવા પીએમ શાહબાઝ શરીફની હાલત કફોડી, જાણો કેમ ?
