IPL 2022/ રાજસ્થાને કોલકાતાને આપ્યો 218 રનનો ટાર્ગેટ,બટલરની શાનદાર સદી

આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ઓપનર જોસ બટલરની સદીની મદદથી 217 રન બનાવ્યા હતા

Top Stories Sports

IPL 2022 ની 30મી મેચ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ અને શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ઓપનર જોસ બટલરની સદીની મદદથી 217 રન બનાવ્યા હતા. 218 રનના જવાબમાં કોલકાતાની ઇનિંગ્સની શરૂઆત થઈ છે.

બેટ્સમેન જોસ બટલરે 61 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા. બટલર ઉપરાંત, પદિકલે 24, સેમસન 38 અને હેમારે 26 રન બનાવ્યા હતા. KKR તરફથી સુનીલ નારાયણે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. બંને ટીમો તેમની છેલ્લી મેચ હાર્યા બાદ અહીં પહોંચી છે, તેથી બંને ટીમોની નજર ફરી જીતનો સિલસિલો હાંસલ કરવા પર રહેશે. KKR તેની છેલ્લી બે મેચ હારી ચૂક્યું છે, જો  આજે હારનો સામનો કરવો પડશે તો તે હારની હેટ્રિક કરશે, જ્યારે રાજસ્થાન તેની છેલ્લી મેચ ગુજરાત સામે હારી ગયું છે. જો રાજસ્થાન આજે પણ હારી જશે તો તે પોઈન્ટ ટેબલની ટોપ 5 ટીમમાંથી બહાર થઈ જશે.

રાજસ્થાન 6 પોઈન્ટ સાથે 5માં સ્થાને છે, જ્યારે KKR એટલા જ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. હેડ-ટુ-હેડ મુકાબલામાં, KKR 13-11થી આગળ છે, જ્યારે આ ટીમ 2018 થી પ્રભુત્વ ધરાવે છે. છેલ્લી ચાર સિઝનમાં આ બંને ટીમો વચ્ચે 9 મેચ રમાઈ છે જેમાં KKRએ રાજસ્થાનને 7 વખત હરાવ્યું છે.