મોરિશિયાસ ના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ હાલમાં ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે તેઓએ પાટનગર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોરેશિયસ દ્વારા ગિફ્ટ સિટીમાં રોકાણ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મળતી વિગત અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં લીધી હતી. મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચિન ઉપચાર પદ્ધતિમાં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો. મોરેશિયસ દ્વારા ગિફટ સટીમાં રોકાણો અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી પટેલે મોરેશિયસના વડાપ્રધાનને સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો : આ 4 શહેરોમાંથી ટૂંક સમયમાં શરૂ થશે હવાઈ સેવા, પ્રવાસન વિકાસ માટે હેલીપોર્ટ બનાવવામાં આવશે

