સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ/ પ્રબોધ સ્વામી સહિત સંતો બાકરોલ આત્મિયધામમાં પહોચ્યા,જાણો વિગત

હાઇકોર્ટના હુકમના પગલે પ્રબોદ સ્વામી સહિત 58 સંતો 5 લકઝરી બસમાં રાત્રે બાકરોલ આત્મિયધામ આવી પહોંચ્યા હતા

Top Stories Gujarat

ગુજરાત હાઈકોર્ટ સોખડા સ્વામિનારાયણ મંદિર મામલે મોટો અને મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. મંદિરમાં રાખવામાં આવેલ સાધુઓ પૈકી પ્રબોધ સ્વામી સહિત 180 સાધુઓને આણંદ પાસેના બાકરોલ સ્થિત આત્મિયધામ ખાતે રાખવા, જ્યારે સાધ્વીઓને અમદાવાદ નિર્ણયનગર સ્થિત સંત નિવાસ ખાતે રાખવાનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટના હુકમના પગલે પ્રબોદ સ્વામી સહિત 58 સંતો 5 લકઝરી બસમાં રાત્રે બાકરોલ આત્મિયધામ આવી પહોંચ્યા હતા.આણંદ,વિદ્યાનગર સહિત આજુબાજુના ગામના હજારો હરિભકતો ઢોલ નગરા અને ડી જે તાલે ભવ્ય આતશબાજી કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજયમાંથી હરિભકતો દર્શન માટે ઉમટી પડયા હતા.મોડીરાત સુધી હરિભકતોની અવરજવર જોવા મળી હતી.હરિધામ સોખડામાં ચાલી રહેલો વિવાદ કોર્ટમાં પહોંચતા પ્રબોધ સ્વામી સહિતના સંતો આજે હાઇકોર્ટ સમક્ષ હાજર થયા છે. પ્રબોધ સ્વામી અને તેમના જૂથના 230 સંતો, બહેનો અન સેવકોને હાઇકોર્ટ બાકરોલ આત્મિયધામ મંદિરમાં રહેવા જણાવ્યું હતું.

પ્રબોધસ્વામી અને તેમના જૂથનાં 230 સંતો, બહેનો અને સેવકો આજે હરિધામ મંદિરમાંથી વિદાય લીધી છે. આખરે પ્રબોધસ્વામી જૂથના58 સંત 68 સાધક બહેનો અને 102 સાધકો હરિધામ મંદિર છોડયું હતું. સંતો બાકરોલ ખાતે આવ્યા હતા. બહેનો અમદાવાદ ખાતે પહોંચી હતી..પ્રબોધ સ્વામી સહિત 58 જેટલા સંતો લકઝરી કાર સહિત 5 વોલ્વ લકઝરી બસોમાં પોલીસ પ્રોટેકશન સાથે કાફલો બાકરોલ ગેટ પાસે આવી પહોંચતાં હરિભકતોમાં આન્ંદ છવાઇ ગયો હતો