- પાટણમાં ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી
- 62માં સ્થાપના દિને સાયકલિંગ રાઈડનું આયોજન
- સાયકલ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી
પાટણ ખાતે ગુજરાતના 62માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે આજ રોજ સીમાજન કલ્યાણ સમિતિ, પાટણ અને પાટણ રાઇડર સાઈકલિંગ કલબ દ્વારા સાયકલિંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં શહેરીજનોને ઉપસ્થિત રહી યાદગાર બનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત આ સાયકલ યાત્રામાં જીલ્લા કલેકટર સુપરિતસિંગજી ગુલાટી , ધારપુર મેડિકલ કોલેજના ડિન ડો.મનીષભાઈ રામાવત મહેસાણા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ ,પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ , રિલાયન્સ ફાઉન્ડેશન પાટણના મુકેશભાઈ દેસાઈ, આર એસ એસ કાયૅકતૉ પારસભાઈ ઠક્કર , દેવાંગભાઈ સાલવી, ડો. નિલેશભાઈ પટેલ સહિત સીમાજન કલ્યાણ સમિતિ ના કાર્યકર્તાઓ, પાટણ રાઈડર સાઈકલિંગ કલબ ના સભ્યો અને પાટણ નાં પ્રબુધ્ધ નગરજનો જોડાયા હતા. આ સાયકલ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં શહેરીજનોને ઉપસ્થિત રહી યાદગાર બનાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
આ પહેલા અગાઉ વર્તમાન વડાપ્રધાન અને તે સમયેના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીનો દિવસ રાજ્યના વિવિધ શહેરોમાં યોજવાનો નિર્ણય લીધો હતો તે સમયે આ પ્રકારની પહેલ લીધી હતી. પછીની સરકારોએ આ પહેલને આગળ વધારીને હવે આઝાદીની સાથે-સાથે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પણ વિવિધ શહેરોમાં કરવાનો નિર્ણય લીધો છે. તેના દ્વારા રાજ્યના દરેક હિસ્સાને ગુજરાત સ્થાપના દિનનું મહત્વ સમજાવી શકાય.
આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત
