ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના ખેડૂતોનાં ખેતરમાં ઉનાળુ પાક તૈયાર થઈ ચૂક્યા છે. આ પાક માટે જરૂરી પાણી શીંગવડા ડેમમાંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શીંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય પંથકના. ખેડૂતોનાં ખેતરમાં ઉનાળુ તૈયાર થઈ ચૂક્યા છે. જેમાં તલ, અડદ, મગ બાજરી, શેરડીનું વાવેતર છે. આ પાક માટે જરૂરી પાણી શીંગવડા ડેમ માંથી સિંચાઈ માટે અપાઈ રહ્યું છે. શીંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત વહી રહ્યું છે. આ કેનાલ દ્વારા ખેડૂતોના ખેતરો પાક પાણી પી રહ્યા છે. અને પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. શીંગવડા ડેમની બ્રાન્ચ કેનાલ માંથી જે 16 ગામના ખેડૂતો ને પાણી મળી રહ્યું છે તે ગામોને જો સિંચાઈ માટે પાણી ન મળે તો જમીન બંઝર બની જાય તેવી પરિસ્થિતિ હતી. પરંતુ પાણી મળવાથી ખેડૂતોની જમીન ફળદ્રુપ બની છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે 10 પૈકી 4 ગામોના તળમાં તો પાણીજ નથી. ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવાદોરી બની છે. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
એક તરફ ઉનાળા એ પોતાનું આકરું સ્વરૂપ ધારણ કર્યું છે. અને ગુજરાત ના અનેક વિસ્તારો માં પાણી માટે પોકાર છૂટી રહ્યા છે. જયારે આમ પણ છેલ્લા કેટલાક વર્ષો થી ચોમાસુ પણ નબળું હોવાને લઈ કુવાઓ ના તળ ઊંડા ગયા છે. ત્યારે ગીર સોમનાથનાં સૌથી મોટા ડેમ શિંગોડા સિંચાઈ યોજના માંથી ઉનાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં કરી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ શિંગોડા ડેમ માંથી કુલ 16 ગામોના ખેડૂતોની 1200 હેકટર જમીનને પિયત માટે પાણી અપાઈ રહ્યું છે.
ગીર જંગલમાં આવેલા ડેમની પાણી ની કેપેસીટ ની જો વાત કરીએ તો 18.80 મીટર જેટલી કેપેસીટ છે. જ્યારે હાલ ડેમમાં કુલ 50 ટકા જેટલો જથ્થો છે. જેમાંથી ડેમ ગીર જંગલની મધ્ય માં હોવાથી વન્ય જીવો જેવા કે સિંહ, દીપડા, હરણ, સાંભર સહિત નાના મોટા વન્ય પ્રાણીઓ માટે 100 mcft પાણીનો જથ્થો રિઝર્વ રાખ્યા બાદ 24 ગામના લોકોને પીવા અને 16 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે. જયારે ગીર માં કુલ પાંચ ડેમો આવેલા છે. જે તમામ માંથી ગીર માં 70 જેટલા ગામોના ખેડૂતો ને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાં શિયાળુ 5 અને ઉનાળુ 3 પાણી સહિત ઉનાળા ના આખરી સમયે કોરવાણ માટે પણ પાણી આપવામાં આવે છે.
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલ હવે ગુજરાત ફતેહ કરવાની ફિરાકમાં, આ તારીખે કરશે ગ્રાન્ડ રોડ શો
