સુરત
રાજયમાં ઇમરજન્સી સર્વિસ 108ના કર્મચારીઓ પોતાની પડતર માંગને લઇને છેલ્લાં ઘણાં સમયથી હડતાળ કરી રહ્યા છે.બુધવારે ફરી એક વખત સુરતના 108ના કર્મચારીઓ જુની સિવિલ ખાતે પોતાની પડતર માંગને લઇને હડતાળ પર ઉતરીને ધરણાં પર બેઠા હતા.ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસ 108ના EMT અને પાઇલટની અચોક્કસ મુદ્તની હડતાળ પર બેઠા હતા પરંતુ માંગ ન સંતોષાતા ફરી એક વખત એકઠા થઇને હડતાળ પર બેઠા હતા.
સુરતમાં 108ના કર્મચારીઓ આમ અચાનક હડતાળ પર ઉતરી જતાં બિમાર લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો..108ના કર્મચારીઓએ અગાઉ પણ સમાન કામ સમાન વેતન અને કાયમી કરવાની માંગ તેમજ ફિક્સ ટાઇમ અને બોનસની સહિતની અનેક માંગણીઓ જાણ સરકાર સમક્ષ કરી હતી.
સુરતમાં 108માં કામ કરતાં કર્મચારી જગદીશભાઇ કહે છે કે અમારી સર્વિસ ઇમરજન્સી શ્રેણીમાં આવે છે પરંતું અમને બીજી ઇમરજન્સી સર્વિસને જે લાભો આપવામાં આવે છે તે નથી આપવામાં આવતા.
જો કે આ કર્મચારીઓની માંગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ પણ પ્રકારનું સકારાત્મક વલણ ન અપાતા કર્મચારીઓએ રાજયભરમાં હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
સુરતની સાથે સાથે રાજકોટમાં પણ કર્મચારીઓ પાંચ દિવસ અગાઉ અચોક્કસ મુદ્ત હડતાળ પર ઉતર્યા હતા..
