Not Set/ અમદાવાદના જગન્નાથ મંદિરમાંથી ચોરાયેલો હાથી 6 મહિના બાદ મોડાસમાંથી મળ્યો

અમદાવાદ અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાંથી બે મહિના પહેલાં ગુમ થયેલો હાથી અરવલ્લી જીલ્લામાંથી મળી આવ્યો છે.અરવલ્લીના મોડાસા નજીકના સાકરીયા ગામની સીમમાંથી હાથી મળી આવ્યો હતો.આ હાથી 6 મહિના પહેલાં ગાયબ થયો હતો. ગુમ થયેલ હાથી સાકરીયા પાસે હોવાની માહિતી મળતા મોડાસા ગ્રામ્ય પોલીસ અને વન વિભાગ ના અધિકારીઓ પહોચી જઇ હાથી અને તેની સાથે મહાવતની […]

Gujarat

અમદાવાદ

અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાંથી બે મહિના પહેલાં ગુમ થયેલો હાથી અરવલ્લી જીલ્લામાંથી મળી આવ્યો છે.અરવલ્લીના મોડાસા નજીકના સાકરીયા ગામની સીમમાંથી હાથી મળી આવ્યો હતો.આ હાથી 6 મહિના પહેલાં ગાયબ થયો હતો. ગુમ થયેલ હાથી સાકરીયા પાસે હોવાની માહિતી મળતા મોડાસા ગ્રામ્ય પોલીસ અને વન વિભાગ ના અધિકારીઓ પહોચી જઇ હાથી અને તેની સાથે મહાવતની પૂછપરછ હાથ ધરી  ફોરેસ્ટ કચેરી એ લાવવામાં આવ્યા હતા.

અમદાવાદના જાણીતા જગન્નાથ મંદિરના સાધુઓએ આ હાથીને બીજા અખાડાના સાધુને ભાડે આપ્યો હતો.જો કે ભાડે લેનાર સાધુઓએ હાથીને બારોબાર અન્યને ભાડે આપી દીધો.આ ઇસમો હાથીને લઇને ગાયબ થઇ જતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો.

છેલ્લા 6 મહિનાથી ગુમ થઇ ગયેલાં આ હાથી પર મોડાસાના સાકરીયા ગામ પાસે એક જાગૃત નાગરિકની નજર પડી હતી.હાથીની સાથે કેટલાંક શંકાસ્પદ ઇસમો પણ હતા.

આ નાગરિકે વન ખાતાને જાણ કરતાં વન વિભાગની ટીમે હાથી સાથે સાધુ વેશે ફરતી વ્યક્તિઓને પકડી હતી.વનખાતાના અધિકારીઓએ આ વ્યક્તિની પુછપરછ કરતાં તેમણે હાથીની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

વનવિભાગના સુત્રો કહે છે કે હાથીનો ઉપયોગ દાન દક્ષિણા લેવા માટે કરવામાં આવતો હતો.