સુરતમાં બેકાબુ કોરોનાએ માજા મુકી અને સુરતની ચમકદાર હીરાજડીત સકલને બદસુરતી સુધી લઇ જવામાં કશું બાકી રાખ્યું નથી, ત્યારે સુરતમાં કોરોના પર કાબુ મેળવવા તંત્ર દ્વારા આકરા પ્રયાસ શરુ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સુરત APMCમાં રેન્ડમલી રેપીડ ટેસ્ટ કરવા સૂચના આપી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાનાં કમિશનરની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની વિગતો સામે આવી રહી છે. શહેરમાં કોરોનાનાં સંક્રમણને પૂર્ણ રીતે રોકવા માટે બહારગામથી આવતા વેપારી-ખેડૂતોના રેપિડ ટેસ્ટ કરાશે. તંત્ર દ્વારા આ નિર્ણય સબબ કહેવામાં આવ્યું છે કે, સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ વકરે નહીં અને તેના પર લગામ કશી શકાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
